TikTok Relaunch: પૉપ્યૂલર ચીની વીડિયો શેરિંગ એપ TikTok જલ્દી જ એકવાર ફરીથી ભારતમાં વાપસી કરી શકે છે. PUBGની જેમ આને પણ નવા નામ અને લૂક સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. ટેક રિપોર્ટ અનુસાર, TikTokની પેટન્ટ કંપની ByteDanceએ પોતાના આ શોર્ટ વીડિયો એપના નવા ટ્રેડ માર્ક માટે કન્ટ્રૉલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન એન્ડ એન્ડ ટ્રેડ માર્કમાં એપ્લયા કર્યુ છે.


ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જૂનમાં કેન્દ્ર સરકારે 56 ચીની એપ્સ પર બેન લગાવી દીધો હતો. જેમાં ટિકટૉક પણ સામેલ હતી. આ પ્રતિબંધ સાથે જ આનો તમામ એપ સ્ટૉર પરથી હટાવી દેવામાં આવી હતી, આ પછી આ ભારતીય યૂઝર્સ માટે ઉપલબ્ધ નથી. 


નવા ટ્રેડમાર્કેમાં બદલાયો TikTokનો સ્પેલિંગ-
ટિપ્સ્ટર મુકુલ શર્મા અનુસાર, પેરેન્ટ કંપની ByteDance દ્વારા 6 જુલાઇને ફાઇલ કરવામા આવેલા નવા ટ્રેડમાર્કમાં TikTokના સ્પેલિંગ પણ બદલી દેવામાં આવ્યો છે. કંપનીએ આ વખતે TickTockના નામથી આ ટ્રેડ મર્ક એપ્લિકેશન આપી છે. આને ટ્રેડમાર્ક નિયમ, 2002ના ચોથા શિડ્યૂલના Class 42 અંતર્ગત ફાઇલ કરવામા આવી છે. 


વાપસી માટે ભારત સરકાર સાથે ચાલી રહી છે વાતચીત-
જાણકારી અનુસાર- ByteDance પોતાની એપને ભારતમાં વાપસી માટે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરી રહી છે. કંપનીએ કેન્દ્ર સરકારને એ વાતનો પણ વિશ્વાસ આપ્યો છે કે તે નવા આઇટી નિયમોનુ પાલન કરશે. ઉલ્લેખનીય છે કે ByteDanceએ 2019માં પ્રતિબંધ લાગ્યા પહેલાથી જ ભારતમાં પોતાના ચીફ નૉડલ અને ગ્રેવાન્સ ઓફિસર નિયુક્ત કરી દીધા હતા, જે નવા આઇટી નિયમોના જરૂરી દિશા નિર્દેશોમાંના એક છે. 


પ્રતિબંધ થયા પહેલા TikTokના દેશમાં હતા 20 કરોડ યૂઝર્સ- 
શોર્ટ વીડિયો એપ TikTokર ભારતમાં ખાસી પૉપ્યૂલારિટી મેળવી ચૂકી  હતી.  જે સમયે આને બેન કરવામા આવી તે સમયે દેશમાં આના લગભગ 20 કરોડ યૂઝર્સ હતા. TikTokના પ્રતિબંધ બાદ ફેસબુકના ઇન્સ્ટાગ્રામ અને YouTubeએ આ પ્રકારે નવા ફિચર લૉન્ચ કર્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર Reels અને YouTube પર Shortsના નામથી યૂઝર્સને શોર્ટ વીડિયો પૉસ્ટ કરવાનુ ફિચર આપવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત બીજી કેટલીય અન્ય શોર્ટ વીડિયો એપ પણ યૂઝર્સ માટે ઉપલબ્ધ થઇ છે. હવે જો એકવાર ફરીથી TikTok વાપસી કરે છે તો તેને ઇન્સ્ટાગ્રામ અને YouTube સાથે જબરદસ્ત ટક્કર મળશે.