WhatsApp features List: વૉટ્સએપનો ઉપયોગ ભારતમાં 50 કરોડથી વધુ લોકો કરી રહ્યાં છે. દુનિયાભરમાં એપનો યૂઝરબેઝ 2 અબજથી પણ વધુ છે. યૂઝર એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા માટે કંપની સમયાંતરે એપમાં નવા અપડેટ્સ અને ફિચર્સ લાવતી રહે છે. આ વર્ષે મેટાએ વૉટ્સએપમાં કેટલાય નવા ફિચર્સ એડ કર્યા છે. અમે તમને અહીં કેટલાક એવા લેટેસ્ટ ફિચર્સ વિશે બતાવી રહ્યાં છીએ, આ તમામ ફિચર્સ વૉટ્સએપના સ્ટાન્ડર્ડ વર્ઝનમાં અવેલેબલ છે.
આ વર્ષે આવેલા વૉટ્સએપના સાત કમાલના ફિચર્સ -
5 અલગ અલગ ડિવાઇસ પર ચલાવો વૉટ્સએપ -
વૉટ્સએપે એક એકાઉન્ટને મલ્ટીપલ ડિવાઇસ પર ખોલવાનો ઓપ્શન લોકોને આપ્યો છે. યૂઝર્સ પોતાના ફોન ઉપરાંત 4 અલગ-અલગ ડિવાઈસમાં પોતાનું એકાઉન્ટ ચલાવી શકે છે. જો પ્રાઇમરી ડિવાઇસનું નેટ બંધ હોય તો પણ WhatsApp અન્ય ડિવાઇસ પર અવિરત ચાલતું રહેશે.
ચેટ લૉક -
વૉટ્સએપ યૂઝર્સની પ્રાઈવસીને વધુ બેસ્ટ બનાવવા માટે કંપનીએ થોડા સમય પહેલા ચેટ લૉક ફિચર લોન્ચ કર્યું છે. આની મદદથી યૂઝર્સ પોતાની Saucy ચેટ્સને લૉક કરી શકે છે. તમે જે યૂઝરની ચેટને લૉક કરવા માંગો છો તેની પ્રૉફાઈલમાં જઈને આ કરી શકો છો.
એડિટ મેસેજ અને હાઇ ક્વૉલિટી ફોટો શેર -
ટેલિગ્રામની જેમ વૉટ્સએપ પર તમે મોકલેલા મેસેજીસને આગામી 15 મિનિટ સુધી એડિટ કરી શકો છો. આમ કરવા માટે તમારે ખોટી રીતે મોકલેલા મેસેજ પર લાંબા સમય સુધી ટેપ કરવું પડશે. આવી જ રીતે હવે તમે વૉટ્સએપ પર મિત્રો સાથે હાઇ ક્વૉલિટી ફોટા પણ શેર કરી શકો છો. આ માટે તમારે વૉટ્સએપ સેટિંગ બદલવી પડશે.
વીડિયો રેકોર્ડિંગ અને વૉઇસ સ્ટેટસ -
વૉટ્સએપે વીડિયો રેકોર્ડ કરવા માટે એપ પર એક અલગ વીડિયો ઓપ્શન આપ્યો છે. પહેલા આ કામ ફોટો આઇકૉનને જ લાંબો સમય દબાવીને કરવું પડતું હતું. એવી જ રીતે હવે વૉટ્સએપ યૂઝર્સ એપમાં સ્ટેટસ તરીકે વૉઈસ નૉટ્સ પણ સેટ કરી શકે છે. યૂઝર્સ સ્ટેટસ તરીકે માત્ર 30 સેકન્ડ સુધીની વૉઇસનૉટ્સ સેટ કરી શકે છે.
સ્ટેટસ લિન્ક પ્રીવ્યૂ -
જો તમે વૉટ્સએપ સ્ટેટસ પર લિન્ક મુકો છો, તો હવે તેનું પ્રીવ્યૂ લોકોને દેખાશે. કંપની URLની મદદથી તેનો થમ્બનેલ અથવા પ્રીવ્યૂ કેચઅપ કરી લે છે. જે યૂઝર્સને વીડિયો સમજવામાં મદદ કરે છે.