નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ 17 જૂનથી નવા કનેક્શન માટે ઇન્સ્ટોલેશન ચાર્જ લીધા વગર પોસ્ટપેઈડ બ્રોડબેન્ડ સેવા આપવાનું શરૂ કરશે. કંપનીના એક સૂત્રએ આ જાણકારી આપી હતી. કંપની હાલમાં નવા કનેક્શન માટે 1500 રૂપિયા ઇન્સ્ટોલેશન ચાર્જ લે છે.


399 રૂપિયાથી શરૂ થશે પ્લાન


કંપની ફાઈબર યૂઝર્સ માટે એક સાથે અનેક નવા પોસ્ટપેઈડ યોજનાઓ લઈને આવી છે. આ સ્કીમ 399 રૂપિયા પ્રતિ માસ કિંમતથી શરૂ થશે. નવી યોજનાઓ શરૂ કરવાની સાથે જ કંપનીએ જાહેરાત કરી હતી કે નવા ઉપયોગકર્તાઓને યોજનાની સાથે ઇન્ટરનેટ બોક્સ એટલે કે રાઉટર ફ્રી મળશે.


કંપની ફાઈબર યૂઝર્સ માટે એક સાથે અનેક નવી પોસ્ટપેઈડ સ્કીમ લઈને આવી રહી છે. આ યોજનાઓ 399 રૂપિયા પ્રતિમાસ કિંમથી શરૂ થશે. નવી યોજનાઓ શરૂ કરવાની સાથે જ કંપનીએ જાહેરાત પણ કરી હતી કે તમામ નવા ઉપયોગકર્તાને યોજનાની સાથે ઇન્ટરનેટ બોક્સ એટલે કે રાઉટર ફ્રી મળશે.


6 મહિનાની વેલિડિટી પર ઇન્સ્ટોલેશન ફ્રી


સૂત્રોએ જાણકારી આપી છે કે ફ્રી ઇન્ટરનેટ બોક્સ અને ફ્રી ઇન્સ્ટોલેશનનો લાભ યૂઝર્સને ત્યારે જ મળશે જ્યારે ઓછામાં ઓછા છ મહિનાની વેલિડિટીનો પ્લાન લેશે. તમામ યોજનાઓ 17 જૂનથી લાગુ થશે.


એક જેવી અપલોડ અને ડાઉનલોડ સ્પીડ મળશે


રિલાયન્સ જિઓની નવી પોસ્ટપેઈડ યોજનાની એક ખાસિયત એ હશે કે તેમાં અપલોડ અને ડાઉનલોડ સ્પીડ એક જેવી જ મળશે. ઉપયોગકર્તાને 399 રૂપિયાના પ્લાનમાં 30 એમબી, 699 રૂપિયાના પ્લાનમાં 100 એમબી, 999 રૂપિયાના પ્લાનમાં 150 એમબી અને 1499 રૂપિયાના પ્લાનમાં 300 એમબીની અપલોડ અને ડાઉનલોડ સ્પીડ મળશે. ઉપરાંત એક જીબીપીઈસ સુધીના પ્લાનમાં પણ જિઓફાઈબર પર ઉપલબ્ધ છે.


999ના પ્લાનમાં મળશે ફ્રી ઓટીટી સેવા


રિલાયન્સ જિઓના 999 રૂપિયાના પોસ્ટપેઈડ જિઓફાઈબર કનેક્શનની સાથે ગ્રાહકોને ફ્રી ઓટીટી સેવાઓનો લાભ પણ મળશે. એમેઝોન પ્રાઈમ, ડિઝની હોટસ્ટાર, સોની લિવ, જી-5, વૂટ સેલેક્ટ, સન નેક્ટ અને હોઈચોઈ જેવા 14 પોપ્યુલર ઓટીટી એપ્લિકેશન્સ મળશે. 1499 રૂપિયાના પ્લાનમાં નેટ ફ્લિક્સ સહિત તમામ 15 ઓટીટી એપ્સ સામેલ હશે. ઓટીટી એપ્સ શાનદાર રીતે ચાલી શકે તેના માટે કંપની 1000 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ લઈને ગ્રાહકોને એક સેટ બોક્સ પણ ફ્રીમાં આપશે.