JioPhone Next: Relianceનો બહુ ચર્ચિત સ્માર્ટફોન JioPhone Next દિવાળીની આસપાસ લૉન્ચ થઇ શકે છે. લૉન્ચ પહેલા આ ફોનનો લોકોમાં ખુબ ક્રેઝ છે. આનુ કારણ તેની કિંમત છે. જિઓનો આ ફોન ગૂગલ પ્લે કન્સૉલ પર લિસ્ટેડ કરી દેવામાં આવ્યો છે. જેમાં કેટલીય સ્પેશિફિકેશનનો ખુલાસો થયો છે. આ ફોન તે લોકો માટે એકદમ ખાસ હશે જે કિંમતના કારણે સ્માર્ટફોન નથી ખરીદી શકતા. જાણો શું છે આની સ્પેશિફિકેશન્સ............. 


આટલી હોઇ શકે છે કિંમત- 
ખબરોનુ માનીએ તો JioPhone Next ફોન બે વેરિએન્ટ્સની સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. આના બેઝ વેરિએન્ટની કિંમત પાંચ હજાર રૂપિયા સુધીની હોઇ શકે છે. વળી આના બીજા વેરિએન્ટ માટે તમારે લગભગ સાત હજાર રૂપિયા ચૂકવવા પડશે. 


સ્પેશિફિકેશન્સ- 
મીડિયા રિપોર્ટસ અનુસાર, JioPhone Nextમાં 5.5 ઇંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવશે. ફોન એન્ડ્રોઇડ ગો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરી શકે છે. પરફોર્મન્સ માટે આમાં ક્વૉલકૉમ QM215 પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. આમાં 2GB રેમ અને 16GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે.  


કેમેરા અને બેટરી- 
JioPhone Next સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. જેનો પ્રાઇમરી કેમેરો 13 મેગાપિક્સલનો હોઇ શકે છે. વળી, આમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળી શકે છે. પાવર માટે ફોનમાં 2500mAhની બેટરી આપવામાં આવી શકે છે. આ ફોન ડ્યૂલ સિમ સપોર્ટની સાથે આવશે. 


મળશે કેટલાય કસ્ટમાઇઝ ફિચર્સ- 
JioPhone Nextને રિલાયન્સએ ગૂગલની સાથે પાર્ટનરશીપમાં બનાવામાં આવ્યો છે. આમાં કેટલાય ફિચર્સ છે ખાસ કરીને જિઓફોન નેકસ્ટ માટે જ કસ્ટમાઇઝ કરીને બનાવવામાં આવ્યા છે. આમાં ઓવર ધ એર અપડેટ ઉપરાંત નવા ફિચર્સ અને કસ્ટમાઇઝેશન પણ મળતા રહેશે. ફોનમાં Google Play Protect બિલ્ટ ઇન છે જે ગૂગલની વર્લ્ડ ક્લાસ સિક્યૂરિટી અને મેલવેર પ્રૉટેક્શન એપ છે. 


Micromax Spark Go સાથે થશે ટક્કર- 
JioPhone Next સ્માર્ટફોનનો મુકાબલો Micromax Spark Go સાથે થશે. આ ફોનની કિંમત માત્ર 3,999 રૂપિયા છે. ફોનમા ડ્યૂલ સિમની સાથે એન્ડ્રોઇડ ઓરિયોનુ ગો એડિશન આપવામાં આવ્યુ છે. આમાં 5 ઇંચની FWVGA ડિસ્પ્લે છે જેનુ રિઝૉલ્યૂશન 480x854 પિક્સલ છે. આ ફોનમાં સ્પ્રિડટ્રમનો SC9832E પ્રૉસેસર, ગ્રાફિક્સ માટે માલી T720 જીપીયુ, એક જીબી રેમ તથા આઠ જીબી સ્ટૉરેજ છે જેને 32 જીબી સુધી વધારવામાં આવી શકે છે.