નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ અને એરટેલની વચ્ચે જંગ ફરી શરૂ થઈ ગઈ છે. આ વખતે બન્ને ટેલિકોમ કંપનીઓ VoWi-Fi કોલિંગ સર્વિસ (વોઈસ ઓવર વાઈ-ફાઈ કોલિંગ) લાવવાના મામલે આમને સામને છે. તમને જણાવીએ કે, આ ખાસ સર્વિસ(VoWi-Fi)ની મદદથી તમે મોબાઈલ નેટવર્ક પર પણ વાઈ ફાઈન પર વોઈસ કોલિંગ કરી શકે છે અને તેના માટે તમારે કોઈ વધારાનો ચાર્જ આપવો નહીં પડે. આ સર્વિસનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને કોઈ વધારાનું સિમ અથવા કોલિંગ એપની જરૂરત નહીં રહે.


થોડા સમય પહેલા જ એરટેલે VoWi-Fi સર્વિસ ઑફર કરી છે અને આ આવું કરનારી ભારતની પહેલી કંપની બની ગઈ છે. એરટેલે દિલ્હી-એનસીઆર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, મુંબઈ અને કોલકાતા સર્કિલ્સમાં વાઈફાઈ કૉલિંગ સર્વિસની જાહેરાત કરી છે. રિલાયન્સ જિઓએ અત્યારે VoWi-Fi સર્વિસ રૉલઆઉટ કરી દીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જિઓ VoWi-Fi સર્વિસ કોઈપણ વૉઇસ ઑવર વાઈફાઈ ઇનેબલ્ડ ડિવાઇસ પર કામ કરશે.

રિલાયન્સ જિઓએ કસ્ટમર્સ માટે VoLTE અથવા વૉઇસ ઑવર LTE ટેક્નોલોજી લાવીને ઇન્ડિયન માર્કેટમાં એન્ટ્રી કરી હતી. જો કે જ્યારે VoWi-Fi લાવવાની વાત આવી તો કંપની પાછળ પડી ગઈ, કેમકે એરટેલે કૉમર્શિયલ લેવલ પર પોતાની વાઈફાઈ સર્વિસ લૉન્ચ કરી દીધી છે. એક અહેવાલ અનુસાર, હાલમાં રિલાયન્સ જિઓ VoWi-Fi સર્વિસ ક્યારે લોન્ચ કરશે તેની સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ ઘણા જિઓ યૂઝર્સે પોતાના સ્માર્ટફોન્સમાં Jio Wi-Fiની ઉપલબ્ધતા નોટિસ કરી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જિઓએ કેરળ, મહારાષ્ટ્ર અને કોલકાતા સર્કલ્સમાં આ સર્વિસ આપવાનું શરૂ કર્યું છે. સારી વાત એ છે કે સર્વિસ કોઈપણ બ્રૉડબેન્ડ ઑપરેટર પર કામ કરે છે.