નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ તાજેતરમાં જ પોતાના પ્રીપેડ પ્લાનને મોંઘો કર્યો હતો. હવે આ નવા નવા પ્લાન્સને ચુપચાપ લૉન્ચ કરી રહી છે. રિલાયન્સ જિઓએ થોડાક દિવસ પહેલા 119 રૂપિયા વાળા પ્લાનને લૉન્ચ કર્યો હતો. હવે આને 1 રૂપિયા વાળા પેકને લૉન્ચ કર્યુ છે. 


આ પ્લાન જિઓની મોબાઇલ એપ પર દેખાઇ રહ્યો છે, પરંતુ વેબસાઇટ પર હાલ આ પેકને લિસ્ટ કરવામાં નથી આવ્યો. આ પેકને તમે વેલ્યૂ સેક્શનમાં જોઇ શકો છો. આ વેલ્યૂ સેક્શનના Other Plans માં આને લિસ્ટ કરવામાં આવ્યો છે. 


Other Plansમાં તમને Reliance Jio નો નવો 1 રૂપિયા વાળો પ્લાન દેખાશે. 1 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાન 100MB ડેટાની સાથે આવે છે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. આને દસ વાર રિચાર્જ કરવા પર તમને લગભગ 1GB ડેટા મળશે.  


એટલે તમે માત્ર 10 રૂપિયામાં 30 દિવસ માટે 1GB ડેટાનો ફાયદો ઉઠાવી શકો છો. આ કંપનીના 15 રૂપિયા વાળા 1GB 4G જેટા વાઉચર સાથે અફોર્ડેબલ છે. ટેરિફ હાઇક બાદ Jio 15 રૂપિયામાં 1GB ડેટા આપી રહી છે. 100MB ડેટા ખતમ પુરો થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps થઇ જશે. 


Jioના 1 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાન હાલ દેશભરમાં સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન છે, આ લૉ ઇનકમ ક્લાસના લોકો માટે ખુબ સારો છે, જે લોકો જરૂર પડવા પર વધુ ડેટા નહીં ખરીદી શકતા. 100MB ડેટા કસ્ટમર્સને 30 દિવસ માટે આપવામાં આવે છે. 


આવામાં જો કોઇને 400MB ડેટાની જરૂર છે તો આ પ્લાનથી ચાર વાર રિચાર્જ કરી શકે છે. આમાં તેમને વધુ ડેટા વાળુ પેક લેવાની જરૂર નહીં પડે. બીજી કોઇપણ ટેલિકૉમ કંપની હજુ આટલુ સસ્તુ પેક પોતાના કસ્ટમર્સને ઓફર નહીં કરી રહી.