તાજેતરમાં જ ચીની સ્માર્ટફોન મેકર કંપનીએ રિયલ મી 6 અને રિયલ મી 6 પ્રૉ સ્માર્ટફોન માટે સલમાન ખાનને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે, અને આના માટે તેને અધધધ રૂપિયા પણ આપ્યા છે.
બૉલીવુડ હંગામામાં છપાયેલી એક રિપોર્ટ પ્રમાણે, સલમાન ખાને થોડાક દિવસો પહેલા આ સ્માર્ટફોન કંપનીની એક કૉમર્શિયલ એડ શૂટ કરી હતી. આ કૉમર્શિયલ મુંબઇના મહબુબ સ્ટુડિયોમાં શૂટ થઇ હતી. જેના સલમાન ખાને પ્રતિ દિવસના હિસાબે 7 કરોડ રૂપિયા ચાર્જ લીધો છે.
પણ ખાસ વાત છે કે સલમાન ખાને જે સ્માર્ટફોન માટે એડ શૂટ કરી છે, તે ફોનની કિંમત 14999 રૂપિયા છે. સલમાન ખાન પણ આ કંપનીનો એમ્બેસેડર બનીને ખુશ થયો છે.