Samsungના TWS ઇયરબડ્સ બ્લાસ્ટ થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ કાનમાં ઈયરબડ્સ બ્લાસ્ટ થવાને કારણે સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી હતી. આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી દીધી છે. બયાજિત નામની વિદ્યાર્થી પાસે Samsung S24 Ultra ફોન હતો. તેની સાથે તેણે સેમસંગ ઈયરબડ ખરીદ્યા હતા. અનબૉક્સિંગ કર્યા પછી તેણે તેમને ચાર્જ કર્યા નહીં કારણ કે ઇયરબડ્સમાં લગભગ 36 ટકા બેટરી હતી. પરંતુ તેની ગર્લફ્રેન્ડ વધુ ઉત્સાહિત હતી. તેણે તરત જ નવા ઇયરબડ્સ તેના કાનમાં નાખ્યા હતા જે પછી તેનો ઉપયોગ કરતી વખતે તેના કાનની અંદર એક ઇયરબડ બ્લાસ્ટ થઇ ગયા હતા. જેના કારણે તેની સાંભળવાની ક્ષમતા કાયમ માટે ડેમેજ થઇ ગઇ હતી.
વિદ્યાર્થી પાસે ડૉક્ટરનો રિપોર્ટ છે જે પુષ્ટી કરે છે કે ઈજા ઈયરબડમાં બ્લાસ્ટ થવાથી થઈ હતી. ફરિયાદ બાદ સેમસંગે નવા ઈયરબડ આપવાની ઓફર કરી છે પરંતુ સુરક્ષાને લઈને કંઈ કહ્યું નથી. સેમસંગે આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.
સર્વિસ સેન્ટરે કહી આ મોટી વાત
રિપોર્ટ અનુસાર, જ્યારે યુવક બ્લાસ્ટ થયેલા ઈયરબડ સાથે પહેલીવાર સર્વિસ સેન્ટરમાં ગયો ત્યારે તેની હાલત જોઈને સર્વિસ સેન્ટરના કર્મચારીઓ માફી માંગતા જોવા મળ્યા હતા. જો કે, બે દિવસની તપાસ પછી તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે ઇયરબડ્સને નુકસાન થયું છે પરંતુ બ્લાસ્ટ થયા નથી. સર્વિસ સેન્ટરના સ્ટાફે તેને ફક્ત તે જ મોડેલના ઇયરબડ્સ બદલવાની ઓફર કરી અને તેને ઓફર લેવા અથવા તેને છોડી દેવા માટે પણ કહ્યું. સર્વિસ સેન્ટરના લોકોએ એમ પણ કહ્યું કે તેઓ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ સ્વતંત્ર છે.
આ ભૂલ ન કરો
આજકાલ બજારમાં ઉપલબ્ધ મોટાભાગના ઇયરબડ વોટરપ્રૂફ અથવા રેસિસ્ટન્ટ હોય છે. સ્માર્ટફોન અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસની જેમ ઇયરબડ્સમાં પણ લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે ઇયરબડ્સમાં 35mAh થી લઇને 50mAh સુધીની બેટરી આપવામાં આવે છે.
આવી સ્થિતિમાં ઇયરબડ્સનો ઉપયોગ કરતા પહેલા ચેક કરી લેવું જોઇએ કે ઇયરબડ્સ ગરમ તો નથી ને. આ ઇયર બડ્સમાં શોર્ટ-સર્કિટને કારણે ઘટના બની હોઈ શકે છે, જો કે, જો તેમાં કોઈ પ્રકારનું લીકેજ હોય તો તેમાં શોર્ટ-સર્કિટ થવાની સંભાવના હોઈ શકે છે.
Diwali offer: આ તકને ચૂકશો નહીં! અહી 10,000 હજાર સુધી ઉપલબ્ધ છે Poco, Moto ના આ શ્રેષ્ઠ 5G ફોન