Samsung Foldable Phone Soon: સેમસંગ ગેલેક્સી ઝેડ ફૉલ્ડ 7, ગેલેક્સી ઝેડ ફ્લિપ 7 ફૉલ્ડેબલ સ્માર્ટફોન ટૂંક સમયમાં લૉન્ચ થઈ શકે છે. સેમસંગના આ બંને ફૉલ્ડેબલ સ્માર્ટફોન ગૂગલ જેમિની લાઈવના ખાસ ફિચર્સ સાથે આવી શકે છે. આ ખાસ ફિચર યૂઝર્સને ફૉલ્ડેબલ સ્માર્ટફોનમાં ટુ-વે વાતચીત કરવાની સ્વતંત્રતા આપશે, એટલે કે યૂઝર્સ તેમના ફોન સાથે વાત કરી શકશે. આ ફિચર તાજેતરમાં જેમિની લાઈવમાં ઉમેરવામાં આવ્યું છે. ગુગલે આ ફિચરની જાહેરાત ગુગલી I/O 2025 દરમિયાન કરી હતી. આ ઉપરાંત યૂઝર્સને ઘણી નવી AI ફિચર્સ મળશે.
ગેલેક્સી ઝેડ ફૉલ્ડ 7, ગેલેક્સી 7 ફ્લિપ 7 માં શું ખાસ હશે ? અહેવાલો અનુસાર, સેમસંગના આ બંને ફોન ઘણા ખાસ જેમિની લાઈવ ફીચર્સ સાથે આવશે. પાંડાફ્લેશપ્રો નામના યુઝરે તેની પોસ્ટમાં આનો ઉલ્લેખ કર્યો છે. ટિપસ્ટરે તેની પોસ્ટમાં જણાવ્યું છે કે સેમસંગ ફરી એકવાર તેના આગામી ફૉલ્ડેબલ સ્માર્ટફોન ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7 અને ગેલેક્સી ઝેડ ફ્લિપ 7 માં જેમિનીના નવા ફિચર્સ ઓફર કરવા જઈ રહ્યું છે. આ ફિચર્સ આગામી અનપેક્ડ ઇવેન્ટમાં જાહેર કરવામાં આવશે.
ટિપસ્ટર ગૂગલ જેમિનીના લેટેસ્ટ ફિચર્સ તરફ ઈશારો કરી રહ્યું છે, જે ગૂગલે તાજેતરમાં પૂર્ણ થયેલા I/O 2025માં રજૂ કર્યા હતા. જોકે, ટિપસ્ટરે ગૂગલ જેમિનીના કોઈપણ ફીચરનો ઉલ્લેખ કર્યો નથી. રિપોર્ટ અનુસાર, યુઝર્સને સેમસંગ ગેલેક્સી ડિવાઇસમાં મલ્ટિમોડલ ક્ષમતાઓ સાથે AI ફીચર્સ મળશે. આ ફિચર્સ ફોટોઝ, ફાઇલો અને યુટ્યુબ વીડિયોમાં ઉમેરવામાં આવ્યા છે, જે આ વર્ષની શરૂઆતમાં લૉન્ચ થયેલી ગેલેક્સી S25 સીરીઝમાં ઉપલબ્ધ છે.
જેમિની લાઈવ ઉપરાંત સેમસંગના બુક સ્ટાઇલ ફૉલ્ડેબલ સ્માર્ટફોનની કેમેરા ક્ષમતાઓને પણ અપગ્રેડ કરવામાં આવશે. આ ફોન 200MP કેમેરા સાથે આવી શકે છે. આ પહેલો ફૉલ્ડેબલ સ્માર્ટફોન હશે જે મોટા કેમેરા અપગ્રેડ સાથે આવશે. આ ઉપરાંત, પ્રો-વિઝ્યુઅલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે, જે ફોનમાંથી ક્લિક કરાયેલા ચિત્રને અપગ્રેડ કરવાનું કામ કરશે.
ગેલેક્સી ઝેડ ફૉલ્ડ 7 અને ગેલેક્સી ઝેડ ફ્લિપ 7 માં અલ્ટ્રા થિન ગ્લાસ (UTG) નો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત, આ ફૉલ્ડેબલ ફોન ફક્ત 4mm જાડા હોઈ શકે છે. ફોનમાં નવી હિન્જ ડિઝાઇન હશે. ઉપરાંત, તેમાં ડસ્ટ પ્રોટેક્ટિવ બ્રશ પણ જોઈ શકાય છે. આ ઉપરાંત, દક્ષિણ કોરિયન કંપની આ ઇવેન્ટમાં તેના ઘણા નવા ઉપકરણોને પણ ટીઝ કરી શકે છે.