Samsung Galaxy A22 5G: સ્માર્ટફોન મેકર કંપની સેમસંગે હવે એક ખાસ ફોન માર્કેટમાં ઉતાર્યો છે. કંપનીએ સેમસંગ ગેલેક્સી એ22 5જી ફોનને માર્કેટમાં ઉતાર્યો છે. આ લેટેસ્ટ ફોનની કિંમત 20 હજાર રૂપિયાથી પણ ઓછી છે. આ ફોનની ડિઝાઇનની વાત કરીએ તો આ વૉટરડ્રૉપ-નૉચ ઉર્ફે ઇનફિનિટી-વી ડિસ્પ્લેની સાથે લૉન્ચ કરવામાં આવશે. ફોનની સાઇડમાં લાગલા બેઝલ્સ પાતળા છે પરંતુ આ ફોનનો નીચેનો ભાગ થોડો જાડો છે.


ફોનનુ વજન લગભગ 200 ગ્રામ છે. બેક પેનલ પર લેફ્ટ સાઇટ કેમેરા મૉડ્યૂલ દેખાઇ રહ્યું છે. જે થોડુ ઉપસેલુ છે. ફોનના જમણા ભાગમાં વૉલ્યૂમ અને પાવર બટન આપવામાં આવેલુ છે. ફોનની સ્ક્રીન ખુબ મોટી છે. ફોનમાં 6.6 ઇંચની ફૂલ એચડી+ સ્ક્રીન આપવામાં આવી છે. આના દ્વારા તમારે ગેમિંગ અને વીડિયોનો બેસ્ટ એક્સપીરિયન્સ મળી શકે છે. આ ફોનમાં 6 જીબી રેમ અને 128 જીબી સ્ટૉરેજ વેરિએન્ટ અવેલેબલ છે. 


ફોનના પાવર બટનમાં ફિંગરપ્રિન્ટ સેન્સરને ઇન્ટીગ્રેટ કરવામાં આવ્યુ છે. ફોનની ડાબી બાજુએ સિમ કાર્ડ ટ્રે આપવામા આવી છે. આની ખાસ વાત છે કે તમે એકસાથે બે સિમ કાર્ડ અને એક માઇક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરી શકો છો.


ફોનના નીચેના ભાગમાં 3.5 હેડફોન જેક આપવામાં આવ્યો છે. આ ઉપરાંત યુએસબી ટાઇપ-સી પોર્ટ, સ્પીકર ગ્રિલ અને પ્રાઇમરી માઇક્રોફોન આપવામાં આવ્યો છે. સ્પીકર ગ્રિલથી અવાજ ખુબ ક્લિયર આવે છે. 


આ ફોનમાં વૉટરડ્રૉપ નૉચ ડિઝાઇન જોવા મળે છે, જેને કંપની તરફથી ઇનફિનિટી-વી ડિસ્પ્લે નામ આપવામાં આવ્યુ છે. આ ફોનમાં પણ પાવર સેવિંગ મૉડ ઓન રાખવાનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે.


Samsung અને Xiaomiને પાછળ પાડીને આ કંપનીએ વેચી દીધા સૌથી વધુ 5G સ્માર્ટફોન, બની નંબર વન કંપની....
5G ટેકનોલૉજી વાળા ફોનને લઇને કંપનીઓમાં ભલે જ Samsung અને Xiaomi જેવી કંપનીઓનુ નામ આગળ આવતુ હોય, પરંતુ આ વખતે 5G સ્માર્ટફોન વેચવાના મામલામાં Oppoએ આ તમામ કંપનીઓને પાછળ પાડી દીધી છે. માર્કેટ રિસર્ચ ફર્મ Strategy Analyticsના રિપોર્ટ પ્રમાણે આ વર્ષની પહેલી ત્રિમાસિકમાં ઓપ્પોએ સૌથી વધુ 5G એન્ડ્રોઇડ ફોન વેચ્યા છે. જોકે ઓવરઓલ 5G સ્માર્ટફોન સેલના મામલામાં Apple હજુ પણ નંબર વનના સ્થાન પર છે, પરંતુ 5G એન્ડ્રોઇડ ફોનના વેચાણમાં Oppo હાલના સમયે ટૉપ પર છે. 


ટૉપ પર રહી આ કંપની- 
માર્કેટ રિસર્ચ ફર્મ Strategy Analyticsના રિપોર્ટ અનુસાર, આ વર્ષની પહેલી ત્રિમાસિકમાં 40.4 મિલિયનની સાથે અમેરિકાની Apple કંપની ટૉપ પર રહી છે. વળી Oppo દુનિયાની બીજી સૌથી ઝડપથી ફોન વેચનારી કંપની બનીને સામે આવી છે. Oppoએ વર્ષની પહેલી ત્રિમાસિકમાં કુલ 21.1 મિલિયન સ્માર્ટફોન વેચ્યા છે, જે વર્ષ 2020ની સરખામણીમાં 55 ટકા વધુ છે. આ પછી આગળનો નંબર આવે છે Vivoનો. વીવોએ વર્ષ 2020ની સરખામણીમાં આ વર્ષની પહેલી ત્રિમાસિકમાં 62 ગણા વધુ 5G સ્માર્ટફોનનુ વેચાણ કર્યુ છે. 


પહેલી ત્રિમાસિકમાં વેચાયા આટલા ફોન- 
વર્ષ 2021ની પહેલી ત્રિમાસિકમાં Appleએ 40.4 મિલિયન સ્માર્ટફોન વેચ્યા છે. વળી Oppoએ 21.5 મિલિયનનુ વેચાણ કર્યુ છે, આ ઉપરાંત Vivoએ 19.4 મિલિયન ફોન્સ સેલ કર્યા છે. Samsungની વાત કરીએ તો કંપનીએ 17 મિલિયન ફોન વેચ્યા છે, જ્યારે Xiaomiએ વર્ષની પહેલી ત્રિમાસિકમાં 16.6 મિલિયન સ્માર્ટફોનનુ સેલિંગ કર્યુ છે.