ગીકબેન્ચ પર સેમસંગ Galaxy M12 સ્માર્ટફોનને સિંગલ કોર ટેસ્ટમાં 178 પોઈન્ટ્સ અને મલ્ટી કોર ટેસ્ટમાં 1025 પોઈન્ટ્સ મળ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર ફોનમાં Exynos 850 પ્રોસેસર અને 3 GB રેમ મળશે. ફોન એન્ડ્રોઈડ11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.
આ સ્માર્ટફોનમાં 2.4 ગીગાહર્ટ્ઝ વાઈફાઈ, બ્લૂટૂથ 5.0નું સપોર્ટ મળશે. સ્માર્ટફોનને કેટલાક માર્કેટ્સમાં ગેલેકસી F12 ના નામથી પણ ઉતારવામાં આવી શકે છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત 7000mAhની બેટરી આપવામાં આવી છે. ડિઝાઈનની વાત કરીએ તો સાઈડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે.
ફોટોગ્રાફી માટે ફોનમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ (13MP + 8MP + 2MP + 2MP) મળી શકે છે. રિપોર્ટ અનુસાર Galaxy M12 ની કિંમત 20 હજારની વચ્ચે હોઈ શકે છે. આ ફોન ડિસેમ્બરના અંતમાં અથવા તો નવા વર્ષની શરુઆતમાં લોન્ચ કરવામાં આવી શકે છે.