સેમસંગ સ્માર્ટફોન યૂઝર્સનું માનવું છે કે તેમને કોઈ પ્રકારની સિક્યોરિટી સંબંધીત ખામીને કારણે આ નોટિફિકેશન મળ્યું. ઘણાં એવા યૂઝર્સને પણ નોટિફિકેશન મળ્યું જેમણે આ સર્વિસ માટે ક્યારેય સાઈન અપ કર્યું ન હતું. અનેક યૂઝર્સે તેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો અને તેનો મતલબ જાણવાનો પ્રયત્ન કર્યો. ત્યાર બાદ સેમસંગ તરફથી ટ્વિટ પર સ્પષ્ટતા કરવામાં આવી.
સેમસંગે ટ્વિટર પર આ અજીબ નોટિફિકેશન માટે યૂઝર્સની માફી માગી છે અને કહ્યું કે, આ નોટિફિકેશન ભૂલથી મોકલવામાં આવ્યું હતું. કંપનીએ કહ્યું, ‘આ નોટિફિકેશન ઇન્ટરનલ ટેસ્ટિંગ દરમિયાન ભૂલથી મોકલવામાં આવેલ મેસેજ હતો, તેનાથી તમારા ડિવાઇસ પર કોઈ અસર નહીં પડે.’ ટ્વીટમાં લખ્યું કે, ‘સેમસંગ કસ્ટમર્સને પડેલ કોઈપણ અસુવિધા માટે માફી માગીએ છીએ અને ભવિષ્યમાં આવું ન થાય તેનું ધ્યાન રાખશું.’
જે ડિવાઇસમાં આ નોટિફિકેશન આવ્યા હતા તેમાં Galaxy S7, Galaxy A50થી લઈને Galaxy Note 10 જેવા ડિવાઇસીસ સામેલ હતા. તેના કારણે પરેશાન યૂઝર્સે ટ્વિટર અને રેડિટ પર પોતાનો ગુસ્સે વ્યક્ત કર્યો હતો અને પૂછ્યું કે આ અજીબ નોટિફિકેશન તેમના ફોન પર કેમ જોવા મળ્યું. અનેક યૂઝર્સે કંપની પાસે તેનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે, તેને લઈને સ્પષ્ટતા કરવામાં આવે. મોટાભાગના યૂઝર્સને આ નોટિફિકેશન રાત્રે મળઅયું અને સવાર તેમને ડિવાઇસ પર જોવા મળ્યું.