નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની Samsungએ આ વર્ષે પોતાના કેટલાય ફોન લૉન્ચ કર્યા છે. વળી, હવે આને આગળ વધારતા કંપની પોતાનો નવો લેટેસ્ટ ફોન Galaxy F22 જલ્દી લૉન્ચ કરવા જઇ રહી છે. આ ફોન ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર લિસ્ટ પણ કરી દેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો આ ફોન ભારતમાં 6 જુલાઇએ લૉન્ચ કરવામાં આવશે. ફોનમાં 48 મેગાપિક્સલના કેમેરા ઉપરાંત 6000mAhની પાવરફૂલ બેટરી આપવામાં આવશે. જાણો ફોનમાં શું શું છે ખાસિયતો.......


આ હોઇ શકે છે સ્પેશિફિકેશન્સ....... 
Samsung Galaxy F22 સ્માર્ટફોનમાં 6.4 ઇંચની HD+ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, જેનો રિફ્રેશ રેટ 90Hz હશે. ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. સાથે આ સ્માર્ટફોન MediaTek Helio G80 પ્રૉસેસર વાળો હોઇ શકે છે. આમાં 6 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.  


આવો હોઇ શકે છે કેમેરો- 
ફોટોગ્રાફીની વાત કરીએ તો Samsung Galaxy F22માં ક્વાડ કેમેરા સેટએપ આપવામાં આવી શકે છે, જેનો પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો હશે. સેકન્ડરી કેમેરો 8 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ સેન્સરની સાથે 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર આપવામાં આવી શકે છે. 


બેટરી અને કિંમત -
પાવર માટે ફોનમાં 6000mAhની દમદાર બેટરી આપવામાં આવી શકે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇ-ફાઇ, બ્લૂટુથ, જીપીએસ અને યુએસબી જેવા ફિચર્સ મળી શકે છે. સેમસંગ આ ફોનને 15 હજાર રૂપિયાની આસપાસની કિંમત સાથે લૉન્ચ કરી શકે છે. 


ઓગસ્ટમાં Samsung લૉન્ચ કરશે આ ત્રણ હાઇ-પ્રૉફાઇલ ગેલેક્સી સ્માર્ટફોન---- 
કોરિયન સ્માર્ટફોન મેકર સેમસંગ હવે ભારતીય માર્કેટમાં પોતાનો દબદબો વધુ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહી છે. રિપોર્ટ છે કે, સેમસંગ ઓગસ્ટ મહિનામાં અનપેક્ટ ઇવેન્ટમાં ત્રણ હાઇ-પ્રૉફાઇલ ગેલેક્સી સ્માર્ટફોનની જાહેરાત કરી શકે છે. આ સ્માર્ટફોન્સમાં ગેલેક્સી ફૉલ્ડ 3, ગેલેક્સી ફ્લિપ 3 અને ગેલેક્સી એસ 21 એફઇ હોવાની સંભાવના છે. જોકે, સેમસંગે આના વિશે હજુ કોઇ વધુ જાણકારી શેર નથી કરી. મીડિયા રિપોર્ટ્સથી મળેલી માહિતી પ્રમાણે, કંપની આ સ્માર્ટફોન્સને બહુ જલ્દી લૉન્ચ કરી શકે છે, અને સ્માર્ટફોન્સ ઓગસ્ટમાં લૉન્ચ થવાની સંભાવના છે.


જાણો કેટલી હશે આ સ્માર્ટફોન્સની કિંમત........ આશા રાખવામાં આવી રહી છે કે ગેલેક્સી ફૉલ્ડ 3 સ્માર્ટફોનને એક હાર્ડકૉર ડિસ્પ્લે મળશે. ફૉલ્ડ 2ની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવશે.