SBI Rewards App Scam: પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોને ઓનલાઇન છેતરપિંડી અંગે ચેતવણી આપી છે. PIB એ SBI ગ્રાહકોને છેતરવા માટે સાયબર ગુનેગારો કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે તેની માહિતી આપી છે. છેતરપિંડી કરનારાઓ સ્ટેટ બેંકના ગ્રાહકોને 'SBI રિવર્ડ્સ' નામની મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે મેસેજ મોકલી રહ્યા છે.
“શું તમને SBI રિવોર્ડ્સ મેળવવા માટે APK ફાઈલ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનો સંદેશ મળ્યો છે ? આ ફાઇલોને ડાઉનલોડ કરશો નહીં અને લિંક્સ પર ક્લિક કરશો નહીં,” PIBએ ચેતવણી આપી છે. PIB એ સમજાવ્યું છે કે ગુનેગારો દ્વારા મોકલવામાં આવેલ ફેક મેસેજ કેવા દેખાય છે.
ઓનલાઈન છેતરપીંડી કરનારા લોકોના આ પ્રકારના મેસેજ મોકલી રહ્યા છે. “પ્રિય ગ્રાહક, તમારા SBI નેટ બેન્કિંગ રિવોર્ડ પોઈન્ટ્સ (₹9980) આજે સમાપ્ત થઈ રહ્યા છે! હમણાં જ SBI રિવોર્ડ્સ એપ ઇન્સ્ટોલ કરો અને તેને રિડીમ કરો. આ તમારા ખાતામાં રોકડ તરીકે જમા થશે. આભાર."
APK ફાઇલ સ્કેમમાં, લોકોને મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે ફસાવવામાં આવે છે. આ કૌભાંડ એસએમએસ અને ઈમેલ દ્વારા નકલી એપીકે ફાઈલ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવે છે. જો તે એપીકે ફાઈલ ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરવામાં આવે તો યુઝરનો પર્સનલ ડેટા ચોરાઈ શકે છે. બેંકની વિગતો, સંપર્ક નંબર વગેરેની પણ ચોરી થઈ શકે છે.
વપરાશકર્તાઓ સત્તાવાર, વિશ્વસનીય પ્લેટફોર્મ જેમ કે Google Play Store પરથી APK ફાઇલો ડાઉનલોડ કરી શકે છે. પરંતુ, જો એપીકે ફાઇલો અન્ય જગ્યાએથી ડાઉનલોડ કરવામાં આવી હોય, તો તે સુરક્ષિત છે તેની કોઈ ગેરેંટી નથી. અન્ય એપ સ્ટોરમાંથી એપ્સને એક્સેસ કરવામાં સુરક્ષાના જોખમો પણ સામેલ છે.
પંજાબ નેશનલ બેંક (PNB) એ પણ ગ્રાહકોને ચેતવણી આપી હતી
ગયા વર્ષે ઓગસ્ટમાં પંજાબ નેશનલ બેંક (PNB) એ તેના ગ્રાહકોને આવા જ કૌભાંડ વિશે ચેતવણી આપી હતી. તેમણે ગ્રાહકોને ચેતવણી આપી હતી કે સાયબર ગુનેગારો એપીકે ફાઇલો WhatsApp અને SMS દ્વારા ફેલાવી રહ્યા છે.
કરોડો મોબાઇલ યૂઝર્સ માટે લૉન્ચ થઇ Sanchar Saathi એપ, હવે ફેક કૉલ અને મેસેજને ફોનથી જ કરો રિપોર્ટ