નવી દિલ્હીઃ વૉટ્સએપ અત્યારે દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાનારી એપ છે. યૂઝર્સને આ એપમાં તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે છે, પરંતુ ઘણીવાર યૂઝર્સ આ એપના કારણે મુશ્કેલીમાં મુકાઇ જાય છે, કેમ કે ઘણીવાર વાયરસ એટેક અને ઘણીવાર હેકિંગના કારણે ડેટા ચોરાવવાનો ભય રહે છે. જોકે, એપ્સમાં કેટલાક ફિચર્સ એવા છે જે તમને થોડાઘણા અંશે સુરક્ષિત રાખવા માટે કામ લાગી શકે છે. આવા 7 ફિચર્સ અહીં બતાવવામાં આવ્યા છે, જેને ફોલો કરવાથી તમને નહીં થાય કોઇ પ્રૉબ્લમ.....


આ છે મહત્વના સાત સેટિંગ્સ-- 


ગૃપમાં કોણ જોડી શકે છે
વૉટ્સએપ ગૃપ માટે કંપની યૂઝર્સને કેટલાક ખાસ ઓપ્શન આપે છે. આના આધારે તમે નક્કી કરી શકો છો કે તમને કોઇપણ ગ્રૃપમાં કોણ જોડી શકે છે. વૉટ્સએપમાં ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા છે. આ કોઇ ગૃપમાં એડ કરવા માટે એલાઉ્ડ કરે છે કે પછી સેવ્ડ કૉન્ટેક્ટ લિસ્ટ અને પર્ટિક્યૂલર કૉન્ટેક્ટ લિસ્ટ માટે અલાઉ કરે છે.


કોણ જોઇ શકે છે સ્ટેટસ
વૉટ્સએપ જોવા માટે કંપની તમને પ્રાઇવસી ફિચર આપે છે. આનાથી નક્કી કરી શકાય છે કે, યૂઝર કોઇ ખાસ કૉન્ટેક્ટ લિસ્ટમાં દેખાવવા માટે સિલેક્ટ કરી શકે છે કે, માત્ર સેવ કરેલા કૉન્ટેક્ટ સુધી જ સિમીત રાખી શકે છે.


લાસ્ટ સીન
લાસ્ટ સીન પ્રાઇવસી સેટિંગ યૂઝર્સને પોતે ઓનલાઇન હોવા અંગેનુ સેટિંગ્સ છે. આ સેટિંગ્સ અંતર્ગત તે પોતાના લાસ્ટ સીનને પુરેપુરી છુપાવી શકે છે, કે કોઇ માય કૉન્ટેક્ટ પર સેટ કરી શકે છે.


પ્રૉફાઇલ ફોટો
બીજા ઓપ્શનની જેમ વૉટ્સએપ યૂઝર્સને આમાં પણ પુરેપુરી પ્રાઇવસી મળે છે. આમાં પ્રૉફાઇલ ફોટો છુપાવવા કે માત્ર માય કૉન્ટેક્ટ સુધી સિમીત કરવાનો ઓપ્શન મળે છે.


અબાઉટ
અબાઉટ સેક્શન અંતર્ગત ત્રણ ઓપ્શન છે, યૂઝર્સ આને બતાવવા માટે સિલેક્ટ કરી શકે છે, આને પુરેપુરી છુપાવી શકે છે કે પછી આને માત્ર માય કૉન્ટેક્ટ સુધી લિમીટેડ રાખી શકે છે.


ફિંગર સ્ક્રીન લૉક
એન્ડ્રૉઇડ પર વૉટ્સએપ યૂઝર્સ ફિંગરપ્રિન્ટ લૉક સેટ કરી શકે છે, જ્યારે આઇફોન યૂઝર્સને ફિઝીકલ સ્ક્રીન બટનમાં ફેસ આઇડી કે ટચ આઇડીનો ઉપયોગ કરવાનો ઓપ્શન મળે છે.


બ્લૉક કૉન્ટેક્ટ
વૉટ્સએપ યૂઝર્સની પાસે મેસેજ મેળવા ના માંગતો હોય તો તેને બ્લૉક કરી શકે છે. આ ઓપ્શન બન્ને સેટિંગ્સ ઓપ્શનની સાથે સાથે ઇન્ડિવીડ્યૂઅલ ચેટ પર અવેલેબલ છે.


 


 


આ પણ વાંચો-- 


1લી જાન્યુઆરીથી ATMમાંથી પૈસા ઉપાડવાથી લઈને બેંક લોકર્સ સુધી આ નિયમોમાં બદલાઈ રહ્યા છે, જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે


Income Tax Department Recruitment 2021: આવકવેરા વિભાગમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ભરતી બહાર પડી, 31મી ડિસેમ્બર છેલ્લી તારીખ


Govt Jobs 2022: જો તમે અનુવાદક બનવા માંગતા હો, તો અહીં અરજી કરો, 10 પાસ યુવાનો માટે સુવર્ણ તક


Wedding Muhurat In 2022: નવા વર્ષમાં 17 જાન્યુઆરી બાદ લગ્ન કરી શકો છો, જાણો આખા વર્ષના લગ્નના મુહૂર્ત


આલિયા ભટ્ટથી માંડીને મલાઇકા સુધીની એક્ટ્રેસ પીવે છે આ મોર્નિગ ડ્રિન્ક, જેથી ગ્લો કરે છે ચહેરો