SIM Card New Rule from 1st July: આજથી દેશભરમાં ઘણાબધા ફેરફારો લાગુ પડ્યા છે, કેટલાય સેક્ટરોમાં નવા નિયમો લાગુ થયા છે, આમાં મોબાઇલ સિમકાર્ડ માટે પણ નવો નિયમ લાગુ થયો છે. ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ મોબાઈલ સિમ કાર્ડ માટે નવા નિયમો જાહેર કર્યા છે, જે 1 જુલાઈથી લાગુ થવા જઈ રહ્યાં છે. આ નિયમ 15 માર્ચ, 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો, જે આજથી એટલે કે 1 જુલાઈ, 2024 થી દેશભરમાં લાગુ થવા જઈ રહ્યો છે. છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે આ નવો નિયમ લાવવામાં આવ્યો છે.
TRAIના નિયમમાં શું થયો ફેરફાર
ટેલિકોમ મોબાઈલ નંબર પૉર્ટેબિલિટી (નવમો સુધારો) રેગ્યૂલેશન્સ હેઠળ એક મોટો ફેરફાર એ છે કે સિમ સ્વેપ 10 દિવસથી ઘટાડીને 7 દિવસ કર્યા પછી મોબાઈલ નંબર પૉર્ટ કરવા માટે રાહ જોવાનો સમયગાળો છે. અગાઉ, સિમ સ્વેપ પછી 10 દિવસનો રાહ જોવાનો સમયગાળો લાગુ થતો હતો, પરંતુ TRAI એ ટેલિકોમ્યુનિકેશન મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (નવમો સુધારો) નિયમન, 2024ના નવા સુધારામાં તેને ઘટાડીને 7 દિવસ કરી દીધો છે.
શું છે સિમ સ્વેપિંગ
આજના યુગમાં, સિમ સ્વેપની છેતરપિંડી ઘણી વધી ગઈ છે, જેમાં છેતરપિંડી કરનારાઓ સરળતાથી તમારા પાન કાર્ડ અને આધારના ફોટા મેળવી શકે છે. આ પછી મોબાઇલ ખોવાઈ જવાના બહાને, તેઓને નવું સિમ કાર્ડ આપવામાં આવે છે. આ પછી તમારા નંબર પર પ્રાપ્ત OTP છેતરપિંડી કરનારાઓ સુધી પહોંચે છે.