નવી દિલ્હીઃ મેસેજિંગ એપ વૉટ્સએપના (WhatsApp) કરોડો યૂઝર્સ એટલા માટે પણ છે, કેમકે આ એપમાં યૂઝર્સની સુવિધા પ્રમાણે કેટલાય ફિચર્સ છે. આમાં ચેટિંગતી લઇને વૉઇસ અને વીડિયો કૉલિંગ જેવા ખાસ ફિચર્સ છે. આમા તો વૉટ્સએપમાં ડિસઅપેયરિંગ ફિચર પણ છે, જેમાં વૉટ્સએપ પર મોકલેલા મેસેજ અમૂક સમય બાદ ડિલીટ થઇ જાય છે. પરંતુ ઘણીવાર આપણને ડિલીટ કરેલા કેટલાક જરૂરી મેસેજ વાંચવા વાંચવાના હોય છે. આવામાં તમને ખબર હોવી જોઇએ કે વૉટ્સએપના ડિલીટ કરેલા મેસેજને તમે કઇ રીતે વાંચી શકો છો. આજે અમે તમને આને લઇને એક ખાસ ટ્રિક બતાવી રહ્યાં છીએ, જેની મદદથી તમે ડિલીટ થયેલા મેસેજ પણ વાંચી શકો છો. જાણો શું છે આ ટ્રિક....


વૉટ્સએપ (WhatsApp) પર એકવાર મેસેજ ડિલીટ થયા બાદ તમે તેને વાંચી નથી શકતા. વૉટ્સએપમાં આવુ કોઇ ફિચર નથી, પરંતુ એક ટ્રિકની મદદથી તમે ડિલીટ થયેલા મેસેજ પણ વાંચી શકો છો. જોકે, આના માટે તમારે થર્ડ પાર્ટી એપ ડાઉનલૉડ કરવાની જરૂર પડશે. તમે ઇચ્છો તો આમ કરી શકો છો.


આ રીતે વાંચો ડિલીટ થયેલા મેસેજ....


ડિલીટ કરવામાં આવેલા મેસેજ વાંચવા માટે તમારે થર્ડ પાર્ટી એપ WhatsRemoved+ ડાઉનલૉડ કરવી પડશે. 


ફોન પર WhatsRemoved+ એપના ઇન્સ્ટૉલ થયા બાદ ઓપન કરો, અને ટર્મ એન્ડ કન્ડિશન પર સહમતી આપો. 


એપને કામ કરવા માટે તમારા ફોનનુ નૉટિફિકેશન એક્સેસ આપવુ પડશે. 


જો તમે આનાથી સહમત છો તો Yes ઓપ્શન પર ક્લિક કરો. 


આ પછી તે એપ્લિકેશનને સિલેક્ટ કરો, જેના નૉટિફિકેશનથી બચવા માંગો છો. 


હવે ફક્ત વૉટ્સએપ મેસેજને જ ઇનેબલ કરો, અને પછી continue પર ક્લિક કરો. 


આ ઉપરાંત બીજા ઓપ્શન પણ ઉપલબ્ધ હશે, જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સામેલ છે. 


જે ફાઇલ સેવ કરવા માંગો છો તેને સિલેક્ટ કરો.


હવે તમે એક પેજ પર જશો જ્યાં તમામ ડિલીટ થયેલા મેસેજ દેખાશે.


તમારે સ્ક્રીન પર ટૉપ પર ડિટેક્ટેડ ઓપ્શનની પાસે વૉટ્સએપ ઓપ્શન પર ક્લિક કરવુ પડશે.  


આ સેટિંગ્સને ઇનેબલ કર્યા બાદ તમે તમામ ડિલીટ થયેલા વૉટ્સએપ મેસેજ વાંચી શકો છો.


નૉટઃ- તમને જણાવી દઇએ કે અમે ફક્ત તમને આ એપની જાણકારી આપી રહ્યાં છીએ. તમે ઇચ્છો તો આ એપ ડાઉનલૉડ કરો. જો તમને આ પ્રકારની એપ્સ પર વિશ્વાસ ના હોય કે પછી કોઇ ખતરો જણાતો હોય તો આ એપ્સને બિલકુલ ડાઉનલૉડ ના કરો. વૉટ્સએપ તમને આ પ્રકારનુ કોઇ ફિચર નથી આપતુ.