Samsung Galaxy M53 5G: એ જરૂરી નથી કે, તેમ હંમેશા માટે વધારે પૈસા ખર્ચ કરો, તમે ઇચ્છો તો ઓછી કિંમતમાં પણ નવો ફોન ખરીદી શકો છો. આજે અમે તમને અહીં એક એવી જ ઓફર લઇને આવ્યા છીએ, જે અંતર્ગત તમે સસ્તામાં Samsung Galaxy M53 5G સ્માર્ટફોનને પોતાનો બનાવી શકો છો. આમ તો ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝૉન પર Samsung Galaxy M53 5G સ્માર્ટફોનની કિંમત 36,999 રૂપિયા લખવામાં આવી છે, પરંતુ 30% ના ડિસ્કાઉન્ટ બાદ ફોનને 25,999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. આના વધારામાં ગ્રાહકોને કેટલાક અન્ય ઓફર્સનો પણ લાભ સ્માર્ટફોન પર આપવામાં આવી રહ્યો છે.  


સેમસંગના આ સ્માર્ટફોનમાં SBI ક્રેડિટ કાર્ડ પર 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય જો તમે તમારા જૂના ફોનને એક્સચેન્જ કરીને આ મોબાઈલ ફોન ખરીદો છો, તો તમને 18,750 રૂપિયા સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મળી શકે છે. જો કે આ માટે જુના મોબાઈલ ફોનની સ્થિતિ સારી હોવી જોઈએ. જો તમને બંને ઑફર્સનો લાભ મળે છે તો તમે સસ્તામાં નવો 5G ફોન ખરીદી શકો છો.


મોબાઇલના સ્પેક્સ
Samsung Galaxy M53 5G ના સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો, તમને તેમાં 6.7-ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે મળે છે જે 120hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. મોબાઇલ ફોન 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં, તમને પાછળની બાજુએ 4 કેમેરા મળે છે, જેમાં પ્રાથમિક કેમેરા 108 મેગાપિક્સલનો છે. ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. મોબાઇલ ફોન 5000 mAh બેટરી સાથે આવે છે અને Android 12 પર કામ કરે છે.


 


સિંગલ ચાર્જ પર આખો દિવસ ચાલશે, ફોન, આવી ગયો 9,000થી ઓછી કિંમતમાં તગડી બેટરી વાળો સ્માર્ટફોન


Infinix Hot 30i : ઇનફિનિક્સે પોતાનો નવો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન Infinix Hot 30i લૉન્ચ કરી દીધો છે. ફોનને ઓછી કિંમતમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આવામાં ફોનમાં 120Hz રિફ્રેશ રેટ ના આપીને 90Hz રિફ્રેશ રેટ વાળી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ઉપરાંત ફોનમાં MediaTek Helio G37 પ્રૉસેસરની સાથે 16GB સુધી રેમ તથા 128GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. ફોનમાં બીજા કેટલાય સ્પેક્ટ્સ છે. જાણો નવા ફિચર્સ વિશે..... 


Infinix Hot 30i ની કિંમત - 
કંપની દ્વારા Infinix Hot 30iને 8,999 રૂપિયાની કિંમતની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. આ કિંમત ફોનના 8GB રેમ અને 128GB સ્ટૉરેજ વેરિએન્ટ માટે છે. આ ફોન ત્રીજા કલર ઓપ્શમાં લૉન્ચ થયો છે. જેમાં બ્લેક, બ્લૂ અને ઓરેન્જ કલર સામેલ છે. જો તમે આ ફોનને ખરીદવા માંગો છો, તો ફોનની સેલ 3 એપ્રિલ, 2023એ બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ પરથી શરૂ થશે. 


Infinix Hot 30i ના ફિચર્સ -
ડિસ્પ્લે : 6.6 ઇંચની HD+ IPS LCD ડિસ્પ્લે 
પ્રૉસેસર : MediaTek Helio G37 પ્રૉસેસર 
રેમ અને સ્ટૉરેજ : 16GB સુધી રેમ તથા 128GB સ્ટૉરેજ
કેમેરા : 50MP કેમેરા સેટઅપ
બેટરી : 5000mAh બેટરી 


Infinix Hot 30iમાં 6.6 ઇંચની HD+ IPS LCD ડિસ્પ્લે છે, આનો રિફ્રેશ રેટ 90Hz અને મેક્સિમમ બ્રાઇટનેસ 500 nits છે. આ ઉપરાંત ફોનમાં MediaTek Helio G37 પ્રૉસેસર છે. ફોનની રેમ વર્ચ્યૂઅલી 16GB સુધી અને સ્ટૉરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે. ફોનમાં ડ્યૂલ કેમેરા સેટઅપ છે, જેમાં 50MPનો પ્રાઇમરી + AI લેન્સ છે. ફોનમાં 5MP નો કેમેરો છે. સ્માર્ટફોન 5000mAhની બેટરી અને 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે છે. કંપનીનો દાવો છે કે ફોન સિંગલ ચાર્જ પર આખો દિવસ ચાલી શકે છે.