Soon Poco Launch: ફેબ્રુઆરીમાં પોકો પોતાના બે સ્માર્ટફોન પોકો X5 અને પોકો X5pro ને લૉન્ચ કરશે, આ બન્ને સ્માર્ટફોનમાં તમને ગોરિલ્લા ગ્લાસ 5 નું પ્રૉટેક્શન આપવામાં આવશે. 6 ફેબ્રુઆરએ પોકો માર્કેટમાં પોકો X5 અને પોકો x5pro ને લૉન્ચ કરશે, કંપનીઆ આ બન્ને સ્માર્ટફોનને લૉન્ચ કરશે. કંપની આ બન્ને ફોનને ગ્લૉબલી લૉન્ચ કરશે. આ વાતની જાણકારી પોકોએ ટ્વીટરના માધ્યમથી શેર કરી છે. 


પોકો X5 અને પોકો X5pro માં તમને 6.6 ઇંચની ફૂલ એચડી પ્લેસ એમૉલેડ ડિસ્પ્લે મળશે, જે 120hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે, સ્ક્રીનની સુરક્ષા માટે તમને કૉર્નિંગ ગૉરિલ્લા ગ્લાસ 5 નું પ્રૉટેક્શન મળશે. પ્રૉસેસરની વાત કરીએ તો પોકો X5 માંત મને સ્નેપડ્રેગન 665 પ્રૉસેસર અને પોકો x5pro માં સ્નેપડ્રેગન 778જી પ્રૉસેસર મળશે. 






કેમેરાની રીતે પોકો x5pro માં તમને 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો મળી શકે છે. સાથે જ 8 મેગાપિક્સલનો ultra-wide અને 2 મેગાપિક્સલનો ત્રીજુ સેન્સર મળી શકે છે. વળી, પોકો X5 માં 40 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 8 મેગાપિક્સલનો ultra-wide અને 2 મેગાપિક્સલનો ત્રીજા કેમેરો હશે, જ્યારે ફ્રન્ટમાં બન્ને સ્માર્ટફોનમાં તમને 16 મેગાપિક્સલનો કેમેરો મળશે. બન્ને મોબાઇલ ફોનની કિંમતત અધિકારિક રીતે સામે આવી નથી, પરંતુ આ બન્ને સ્માર્ટફોન મિડરેન્જની અંદર કંપની રજૂ કરશે.