Twitter Rival: ઈલોન મસ્ક દ્વારા ટ્વિટરને ટેકઓવર કરવામાં આવ્યું ત્યારથી તે સતત ચર્ચામાં છે. ક્યારેક કર્મચારીઓને નોકરીમાંથી બહાર કાઢવામાં આવે છે, તો ક્યારેક પ્લેટફોર્મ ડાઉન થઈ જાય છે. ટેકઓવર બાદથી ઈલોન મસ્કે કંપનીના 75% કર્મચારીઓને કાઢી મૂક્યા છે. આટ આટલું થવા છતાં લોકો પાસે ઇન્સ્ટન્ટ ટેક્સ્ટ શેર કરવાનું ટ્વિટર એ એકમાત્ર પ્લેટફોર્મ છે જ છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે. હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા ટ્વિટર સાથે સ્પર્ધા કરવા માટે એક નવી એપ્લિકેશન પર કામ કરી રહી છે જે વિકેન્દ્રિત હશે. તેનું કોડ નેમ P92 રાખવામાં આવ્યું છે. માહિતી અનુસાર, કંપની આ એપનું બ્રાન્ડિંગ ઈન્સ્ટાગ્રામ હેઠળ કરશે અને લોકો ઈન્સ્ટાગ્રામ આઈડી અને પાસવર્ડની મદદથી આ એપમાં લોગઈન કરી શકશે.


હાલમાં આ એપ પર કામ ચાલી રહ્યું છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે, ટ્વિટરની જેમ આ એપ પર પણ લોકો ટેક્સ્ટ, વીડિયો, લોકોને ફોલો કરવા વગેરે જેવી વસ્તુઓ કરી શકશે. એપ સાથે જોડાયેલી બાકીની માહિતી કંપની આવનારા સમયમાં જાહેર કરી શકે છે. જો મેટા નવી એપ લાવે છે, તો ટ્વિટરને મજબૂત સ્પર્ધા મળશે કારણ કે ટ્વિટર સતત ઘણી ટેકનિકલી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે અને લોકો તેનો વિકલ્પ ઇચ્છે છે.


ટ્વિટરના સીઈઓ એક નવી એપ પણ લાવ્યા 


ટ્વિટરના સ્થાપક અને ભૂતપૂર્વ સીઈઓ જેક ડોર્સી પણ બ્લુ સ્કાય નામની નવી એપ લઈને આવ્યા છે. આ એપ પણ બિલકુલ ટ્વિટર જેવી જ દેખાય છે અને હાલમાં એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. જ્યાં ટ્વિટર યુઝર્સને 'શું થઈ રહ્યું છે'નો મેસેજ બતાવે છે, ત્યાં જૅક ડોર્સીની નવી એપ 'વોટ્સ અપ' પર ફોકસ કરે છે. હાલમાં આ એપ કેટલાક લોકોને ટેસ્ટિંગ માટે ઓફર કરવામાં આવી રહી છે.


ટ્વિટરને ગયા વર્ષે $44 બિલિયનમાં ખરીદવામાં આવ્યું હતું


ઈલોન મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યું હતું. ટ્વિટર ખરીદ્યા બાદ મસ્કે કંપનીના CEO, CFO અને પોલિસી હેડ સહિત હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા. ટેકઓવર બાદથી જ ટ્વિટર સતત મંદીમાંથી પસાર થઈ રહ્યું છે અને હવે અન્ય કંપનીઓ અથવા લોકો આનો લાભ લેવા માંગે છે.