WhatsApp Document Feature : Metaના સ્વામિત્વવાળી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપે પોતાના યૂઝર્સ માટે એક ખાસ ફિચર એનાઉન્સ કર્યુ છે. જેમાં હવે યૂઝર્સ કેપ્શનની સાથે ડૉક્યૂમેન્ટ શેર કરવાની સુવિધાનો લાભ લઇ શકશે. વૉટ્સએપ કેટલાય એવા નવા ફિચર્સ પર કામ કરી રહ્યું છે, જેનાથી લોકોને ફાયદો થાય. કેટલાક રિપોર્ટ અનુસાર, વૉટ્સએપને વધુ યૂસેબલ બનાવવામાં આવી રહી છે. વૉટ્સએપ પોતાનુ ફિચર Document Captionને રૉલ આઉટ કરવાન શરૂ કરી દીધુ છે.
આ ફિચર હાલમાં માત્ર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે લાવવામા આવી રહ્યું છે. પણ જલદી આ તમામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફિચરથી વૉટ્સએપ પર મોકલવામા આવનારા ડૉક્યૂમેન્ટને હવે કેપ્શનની સાથે મોકલી શકશો. આ ઓપ્શન ફોટો વાળા ઓપ્શનની જેમ જ કામ કરશે. જેમ કે તમે વૉટ્સએપ પર કેટલાક ફોટો મોકલો છો અને તેની સાથે એક કેપ્શન લખી શકો છો, ઠીક આ જ રીતે હવે ડૉક્યૂમેન્ટની સાથે પણ કેપ્શન લખીને મોકલી શકશો. જાણો આ નવા ફિચર સાથે જોડાયેલી ડિટેલ્સ વિશે.........
વૉટ્સએપ ડૉક્યૂમેન્ટ ફિચરની જાણકારી -
WABetainfo વૉટ્સએપના અપકમિંગ ફિચર્સ અને અપડેટ્સ પર નજર રાખે છે, આના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, વૉટ્સએપના નવા ફિચર Document Featureને અત્યારે કેટલાક બીટા ટેસ્ટર્સ માટે અવેલેબલ કરી દેવામાં આવ્યુ છે, આ વેબસાઇટે રિપોર્ટની સાથે સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે, જેમાં આ જાણકારી આપવામાં આવી છે કે આ ફિચર કઇ રીતે કામ કરશે. સ્ક્રીનશૉટથી આપવામાં આવેલી જાણકારી અનુસાર યૂઝર્સ જ્યારે કોઇ ચેટ ઓપન કરશે તો તેમાં નીચેની બાજુએ એક Attachmentનુ આઇકૉન દેખાશે જેના પર ક્લિક કરીને Document પર ક્લિક કરવાનુ છે.
આમ કરવા પર હવે જે ડૉક્યૂમેન્ટને સેન્ડ કરવાના છે, તેને ફોન ફાઇલમાંથી સિલેક્ટ કરવાની છે. આમ કરવાથી સ્ક્રીન પર બૉટમ સાઇડ પર Add Caption લખેલુ આવી જશે. હવે અહીં કોઇપણ કેપ્શન એડ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે આ ફિચર બિલુકલ ફોટો પર કેપ્શન એડ કરવા જેવુ જ છે. અંતઃ આ ફિચર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે લાવવામાં આવ્યુ છે. આવનારા અઠવાડિયામાં અન્ય બીટા ટેસ્ટર્સ માટે પણ આને રિલીઝ કરવામાં આવશે.