Instagram Changes:  ઇન્સ્ટાગ્રામ  પર  છેલ્લા ઘણા સમયથી યુઝર્સ  ફરિયાદ કરી રહ્યા છે કે તેમના ફીડ્સને તેમને ગમતી કંટેન્ટ મળી રહી નથી. આને ધ્યાનમાં રાખીને, કંપનીએ ફેરફારો કર્યા છે. આ હેઠળ, અન્ય ક્રિએટર્સની કંટેન્ટ રિપોસ્ટ  કરનારા એકાઉન્ટ્સની રિચ  ઘટાડવામાં આવશે. આવી પોસ્ટ્સને ફીડમાં કે એક્સપ્લોર વિભાગમાં ભલામણ કરવામાં આવશે નહીં. આનાથી તેમની રિચ આપમેળે ઓછી થઈ જશે. કંપનીએ સમજાવ્યું કે, રીલ્સ માટે સમાન નિયમો પહેલાથી જ અમલમાં હતા, અને હવે આ નિયમો ફોટા અને ક્રાઉજલ  પોસ્ટ્સ પર પણ લાગુ થશે.

Continues below advertisement

કયાં અકાઉન્ટસ પર અસર પડશે

Continues below advertisement

ઇન્સ્ટાગ્રામ અનુસાર, જે એકાઉન્ટ્સ નિયમિતપણે અન્ય સર્જકોની પોસ્ટ્સ ફરીથી પોસ્ટ કરે છે તેમની ભલામણ હવે કરવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે જે એકાઉન્ટ્સ વારંવાર ફરીથી પોસ્ટ કરે છે તેમની પોસ્ટ્સ તેમના ફોલોઅર્સ સુધી પહોંચી શકે છે, પરંતુ ડિસ્કવરી સુવિધા દ્વારા તે નવા પ્રેક્ષકોને બતાવવામાં આવશે નહીં. આ નિયમથી ઇન્સ્ટાગ્રામ પર ડુપ્લિકેટ કંન્ટેન્ટ  રી ઘટશે અને  કંટેન્ટ ક્રિએટર્સને રિચ  માટે મૂળ સામગ્રી અપલોડ કરવા માટે પ્રોત્સાહિત કરશે. કંપનીનું કહેવું છે કે, જો કોઈ યુઝર્સ હાલના ટેમ્પલેટ અથવા ક્લિપમાં કંઈક નવું ઉમેરે છે, તો તેને ઓરિજિનલ માનવામાં આવે છે. 

આ પોસ્ટને ઓરિજિનલ માનવામાં આવશે નહીંજો કોઈ ક્રિએટર જૂની અથવા અન્ય કોઈ ક્રિએટર ની પોસ્ટ પર વોટરમાર્ક લગાવીને, વીડિયો ની સ્પીડ બદલીને અથવા અન્ય લોકોના કન્ટેન્ટના સ્ક્રીનશોટ શેર કરે છે, તો આવા કન્ટેન્ટને ઓરિજિનલ માનવામાં નહીં આવે અને આવી પોસ્ટ નવી ઓડિયન્સ સુધી પહોંચાડવામાં નહીં આવે.

યૂઝર્સ પર શું અસર પડશે?ઇન્સ્ટાગ્રામે જણાવ્યું છે કે, લોકો જે એકાઉન્ટ્સને ફોલો કરે છે, તેમની પોસ્ટ્સ પહેલાની જેમ જ તેમની ફીડમાં દેખાતી રહેશે. પરંતુ જે ક્રિએટર્સ માત્ર અન્ય લોકોનું કન્ટેન્ટ રીપોસ્ટ કરે છે, તેમની રીચ ઘટાડવામાં આવશે. કંપનીનું કહેવું છે કે તે કન્ટેન્ટની ગુણવત્તા સુધારવા અને ઓરિજિનલ ક્રિએટર્સને વધુ સારી રીચ અને એન્ગેજમેન્ટ આપવા માટે આ ફેરફાર કરી રહી છે.

ઇન્સ્ટાગ્રામના યુઝર્સ ઘટી રહ્યા છેતાજેતરમાં મેટાએ જણાવ્યું હતું કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિત તેના અન્ય પ્લેટફોર્મ્સ પર લગભગ 2 કરોડ ડેઇલી એક્ટિવ યુઝર્સ ઓછા થયા છે. ઘણી રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે લોકો પોતાના ફીડમાં આવતા કન્ટેન્ટથી ખુશ નથી. લોકોની ફરિયાદ છે કે કન્ટેન્ટની ગુણવત્તા સારી નથી અને તે તેમના માટે સંબંધિત પણ નથી. તેઓ જે ક્રિએટર્સને ફોલો કરે છે, તેમનું કન્ટેન્ટ પણ તેમને જોવા મળતું નથી.