Surya Grahan 2024: વર્ષ 2024ના પ્રથમ સૂર્યગ્રહણને જોવા માટે લોકોમા ઉત્સાહ છે. આ ગ્રહણ સોમવાર (8 એપ્રિલ, 2024) રાત્રે 9:12 વાગ્યે શરૂ થશે અને મંગળવારે (9 એપ્રિલ, 2024) રાત્રે 2:22 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણ અમેરિકા, કેનેડા અને મેક્સિકો સહિત ઘણા દેશોમાં દેખાશે. આ અંગે લોકોમાં ઉત્સાહ જોઈને ગૂગલે પણ તૈયારીઓ કરી લીધી છે.


ગૂગલે લોકોને સૂર્યગ્રહણ બતાવવા માટે એનિમેશન તૈયાર કર્યું છે. જો કોઈ વ્યક્તિ ગૂગલ પર સૂર્યગ્રહણ વિશે સર્ચ કરશે તો તેને એનિમેશન દેખાશે. આમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ બતાવવામાં આવ્યું છે. તે દર્શાવે છે કે સૂર્યગ્રહણ દરમિયાન, સૂર્યપ્રકાશ અદૃશ્ય થઈ જાય છે અને લગભગ તરત જ ફરીથી દેખાય છે.


ગૂગલનું એનિમેશન કેવું દેખાશે?


સૂર્યગ્રહણ એનિમેશન જોવા માટે તમારે ગૂગલના સર્ચ એન્જિન પર સૂર્યગ્રહણ, સૂર્યગ્રહણ 2024 અને ટોટલ સૂર્યગ્રહણ ટાઈપ કરવું પડશે.


ભારતના લોકો ગ્રહણ કેવી રીતે જોશે?


આ ગ્રહણ અમેરિકા, કેનેડા અને મેક્સિકો સહિત ઘણા દેશોમાં દેખાશે પરંતુ ભારતમાં તે દેખાશે નહીં. આવી સ્થિતિમાં ભારત અને વિશ્વના અન્ય દેશોના લોકોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ આ અંગે ખાસ તૈયારીઓ કરી છે. તમે તેને નાસાના સત્તાવાર YouTube પર જોઈ શકો છો.


સૂર્યગ્રહણ દરમિયાન શું થાય છે?


સમાચાર એજન્સી IANS અનુસાર, ગ્રહણ જોનારા લોકો સૂર્યની સામાન્ય તેજના 10 ટકા સુધીનો અનુભવ કરશે કારણ કે ચંદ્ર સૂર્યને ગ્રહણ કરે છે અને સૂર્યપ્રકાશની માત્ર એક તેજસ્વી "રિંગ ઓફ ફાયર" જોવા મળશે. ગ્રહણ દરમિયાન, સૂર્યપ્રકાશ અદૃશ્ય થઈ જાય છે અને લગભગ તરત જ લેન્ડસ્કેપના નાના ભાગ પર ફરીથી દેખાય છે.


ક્યારથી શરૂ થશે સૂતક કાળ ?
સુતકનો સમયગાળો સૂર્યગ્રહણના બરાબર 12 કલાક પહેલા શરૂ થાય છે. વર્ષનાં પ્રથમ સૂર્યગ્રહણ દરમિયાન ભારતમાં રાત્રિ હશે, જેની અહીં કોઈ અસર નહીં થાય, તેથી સુતક કાળ પણ માન્ય રહેશે નહીં. સનાતન ધર્મમાં સુતક કાળનું વિશેષ મહત્વ છે. સુતક કાળથી લઈને ગ્રહણ સમાપ્ત થાય ત્યાં સુધી કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું જોઈએ.


સૂતક કાળમાં સૂર્યગ્રહણ ખતમ થવા સુધી શું ના કરવું જોઇએ ?
1. આ સમયગાળા દરમિયાન ભગવાનના ચિત્રો, મૂર્તિઓને સ્પર્શ ના કરો, ભગવાનની પૂજા ના કરો.
2. સૂતક કાળથી ગ્રહણ સમાપ્ત ના થાય ત્યાં સુધી ખોરાક રાંધશો નહીં કે આરોગશો નહીં. આ નિયમ બીમાર, વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને બાળકો માટે લાગુ પડતો નથી.
3. ગ્રહણને ખુલ્લી આંખે ના જુઓ, આ માટે એક્સ-રેનો ઉપયોગ કરો.
5. સુતક લગાવ્યા પછી ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ.
6. આ સમયગાળા દરમિયાન સગર્ભા સ્ત્રીઓએ સીવણ, ભરતકામ ન કરવું જોઈએ અને ચાકુ, બ્લેડ, કાતર વગેરે જેવી તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં.