T20 World Cup 2024: T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને શાનદાર જીત હાંસલ કરી છે. આ મોકા પર ક્રિકેટ ચાહકો જોરદાર સેલિબ્રેશન કરી રહ્યા છે.જે લોકો સ્ટેડિયમમાં મેચ જોતાં હતા એમને તો લાઈવ જોયું પરંતુ સ્ટેડિયમમાં મેચ જોવી એ અલગ વાત છે અને ટીવી અને લાઈવ સ્ટ્રીમિંગ જોઈ રહેલા લોકોની આલગ વાત છે આ લોકો ખૂબ મોટી સંખ્યામાં નોંધાયા છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની ફાઇનલ મેચ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય હતી, આ મેચ 29 જૂન એ રાત્રે 8 વાગે ભારતીય સમય મુજબ શરૂ થવાની હતી. જેનું લાઈવ પ્રસારણ Disney+ Hotstar પર દેખાડવામાં આવવાનું હતું. 


T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચનું ડિઝની + હોટસ્ટાર પર લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું, જ્યાં 5.3 કરોડ લોકો એક સાથે મેચ જોઈ રહ્યા હતા આ આંકળા નોંધનિય છે. ધ હિન્દુ અખબારના અહેવાલ મુજબ, ડિઝની + હોટસ્ટાર ઇન્ડિયાના પ્રમુખ સજીથ શિવાનંદન કહે છે કે ટીમ ઇન્ડિયાએ તેના શાનદાર રમત અને સમર્પણથી કરોડો લોકોને ખુશી અને ગર્વ આપ્યો છે. આ એક અદભૂત ક્ષણ છે. 


શિવાનંદનના મતે, સમગ્ર ટૂર્નામેન્ટમાં ડિઝની + હોટસ્ટારની ફાઇનલ મેચ જોનારા યુઝર્સની સંખ્યા સૌથી વધુ છે. તેણે વધુમાં કહ્યું કે ભારતીય ક્રિકેટ ચાહકોના જુસ્સાને કારણે જ અમે લાઈવ સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવામાં સફળ રહ્યા છીએ. આ જીત 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપ ચેમ્પિયનની વાપસી અને 2013 પછી પ્રથમ ICC ટ્રોફીને દર્શાવે છે. તેમજ આટલા વર્ષો બાદ કપ ઘરે પાછા આવવાની રાહ જોતાં પ્રેક્ષકોની ખુશી દર્શાવે છે. 


ટીમ ઈન્ડિયાની જીત બાદ લખાયેલી પોસ્ટ
ટીમ ઈન્ડિયાની જીત બાદ ડિઝની + હોટસ્ટારે તેના ઓફિશિયલ X (પૂર્વ-ટ્વિટર) પરથી એક લાંબો લેખ પણ લખ્યો હતો. Disney+Hotstar એ લખ્યું કે એવું કહેવાય છે કે સમયની સાથે બધું સારું થઈ જાય છે અને આવું પણ થયું છે. 19 નવેમ્બર 2023 ના રોજ, કરોડો ભારતીય ચાહકોનું હૃદય તૂટી ગયું હતું. પરંતુ આજે, 29મી જૂન 2024, લોકો ફરીથી આત્મવિશ્વાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. તેમજ આ જીતને માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેનારા ભારતીયો એ સેલિબ્રેટ કરી છે.