Tech News: જો તમે એક આઇઓએસ યૂઝર છો તો તમારી માટે આ જરૂરી ખબર છે, ખરેખરમાં, એપલે પોતાની પ્રૉડક્ટ્સ માટે નવુ સૉફ્ટવેર અપડેટ રિલીઝ કર્યુ છે. એપલે આઇફોન માટે 16.3.1, આઇપેડ માટે iPadOS 16.3.1 અને મેક માટે macOS Ventura 13.2.1 અપડેટ સિક્યૂરિટી પેચની સાથે રૉઆઉટ કર્યુ છે. મેક માટે કંપનીએ જે અપડેટ રિલીઝ કર્યુ છે, તે WebKitની કેટલીય પરેશાનીઓને ઠીક કરે છે. એપલ કંપની હંમેશા પોતાના કસ્ટમર્સની સિક્યૂરિટી પર ધ્યાન રાખે છે, અને સમયાંતરે સિક્યૂરિટી પેચ રિલીઝ કરતુ રહે છે.
આ રીતે કરો અપડેટ -
આઇફોન, આઇપેડ કે મેકમાં નવા સૉફ્ટવેરને અપડેટ કરવા માટે સૌથી પહેલા તમે સેટિંગ્સમાં જાઓ, પછી જનરલમાં જાઓ અને અહીં સૉફ્ટવેર અપડેટના ઓપ્શનને પસંદ કરો. આઇફોનની નવી આઇઓએસ 16.3.1 અપડેટ લગભગ 331 એમબીનુ છે. મેકમાં નવુ સૉફ્ટવેરને અપડેટ કરવા માટે તમારે એપલ મેન્યૂને સિલેક્ટ કરવાનુ છે અને ટૉપ લેફ્ટમાં દેખાઇ રહેલી સિસ્ટમ સેટિંગ કે સિસ્ટમ પ્રિફરન્સને પસંદ કરવાનુ છે. હવે જનરલને ક્લિક કરો પછી સૉફ્ટવેર અપડેટના ઓપ્શન પર જાઓ. આ રીતે અહીં તમે નવા અપડેટને ઇન્સ્ટૉલ કરી શકો છો.
આઇફોનના આ મૉડલો માટે આવ્યુ નવું અપડેટ -
એપલે ગયા વર્ષે IOS 16.0 અપડેટ રૉલઆઉટ કર્યુ હતુ, આ જ રીતે કંપની હવે નવુ 16.3.1 સૉફ્ટવેર અપડેટ કેટલાક સિક્યૂરિટી પેચની સાથે iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max, iPhone 13, iPhone 13 mini, iPhone 13 Pro, iPhone 13 Pro Max, iPhone 12, iPhone 12 mini, iPhone 12 Pro, iPhone 12 Pro Max, iPhone 11, iPhone 11 Pro, iPhone 11 Pro Max, iPhone XS, iPhone XS Max, iPhone XR, iPhone X, iPhone 8, iPhone 8 Plus, iPhone SE (3rd જનરેશન) અને iPhone SE (2nd જનરેશન) માટે રિલીઝ કર્યુ છે.
એપલનું નવુ અપડેટ આઇફોન, આઇપેડ કે મેકમાં કોઇ નવુ ફિચર નથી જોડતુ, પરંતુ આ કેટલાક સિક્યૂરિટી પ્રૉબ્લમને જરૂર ફિક્સ કરે છે. એપલે બતાવ્યુ કે, નવું iOS 16.3.1 અપડેટ કટેલાક બગ અને સિક્યૂરિટી અપડેટની સાથે રૉલઆઉટ કરવામાં આવ્યુ છે. આ આઇક્લાઉડ ઇશ્યૂ અને Siri સાથે જોડાયેલી કેટલીક એરરને ઠીક કરે છે, બીજીબાજુ macOS Ventura 13.2.1 અપડેટમાં કંપની કેટલાક સિક્યૂરિટી પેચ જોડે છે, જે webkit અને Apple Shortcuts સાથે જોડાયેલા છે.