Tech News: અમેઝૉનની 5જી અપગ્રેડ ડે સેલમાં તમને મૂળ કિંમત કરતાં ઘણી ઓછી કિંમત પર બ્રાન્ડેડ સ્માર્ટફોન મળી રહ્યાં છે. જો તમે સેમસંગના ફેન છો, તો આ સેલ તમારા માટે તગડી ઓફર લઇને આવ્યુ છે. આ ડીલમાં સેમસંગ ગેલેક્સી એમ53 5જીના 6જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 32,999 રૂપિયાથી ઘટીને 25,999 રૂપિયા થઇ ગઇ છે. ખાસ વાત છે કે, આ ફોનને તમે આકર્ષક બેન્ક ઓફર્સની સાથે પણ ઓર્ડર કરી શકો છો. ફોનને એક્સચેન્જ ઓફરમાં ખરીદવા પર તમને 20,550 રૂપિયા સુધીનો ફાયદો પણ મળી શકે છે. ધ્યાન રહે કે એક્સચેન્જ બૉનસ, તમારા જુના ફોનની સ્થિતિ પર આધાર રાખશે. 


અમેઝૉનના આ સેલમાં ફોનને ખરીદનારા જિઓ યૂઝર્સ માટે એક ધાંસૂ ડીલ પણ છે. ફોનની સાથે કંપની જિઓ યૂઝર્સને 18જીબી 4જી અને અનલિમીટેડ 5જી ડેટા ઓફર કરી રહી છે. પાર્ટનર ઓફરમાં આ ફોનને ખરીદના યૂઝર્સને 6 મહિના માટે સ્પૉર્ટિફાય પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે.


સેમસંગ ગેલેક્સી એમ53 5જીના ફિચર્સ - 
Samsung Galaxy M53 5G ના સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો, તમને તેમાં 6.7-ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે મળે છે જે 120hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. મોબાઇલ ફોન 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં, તમને પાછળની બાજુએ 4 કેમેરા મળે છે, જેમાં પ્રાથમિક કેમેરા 108 મેગાપિક્સલનો છે. ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. મોબાઇલ ફોન 5000 mAh બેટરી સાથે આવે છે અને Android 12 પર કામ કરે છે.


 


Samsung Galaxy M14 5G: સેમસંગનો સસ્તો 5G ફોન થયો લૉન્ચ


Samsung Galaxy M14 5G: કોરિયન સ્માર્ટફોન મેકર કંપની સેમસંગે આજે ભારતમાં સસ્તો 5G ફોન લૉન્ચ કરી દીધો છે. આ ફોનને તમે ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝૉન પરથી ખરીદી શકશો. આનું સેલિંગ 21 એપ્રિલથી બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ પહેલા જાણો આમાં શું છે ખાસ સ્પેશિફિકેશન્સ અને કિંમત..... 


સ્પેશિફિકેશન્સ અને કિંમત - 
Samsung Galaxy M14 5Gને કંપનીએ બે સ્ટૉરેજ વેરિઅન્ટમાં લૉન્ચ કર્યો છે, જેમાં 4/128GB વેરિઅન્ટની કિંમત 13,490 રૂપિયા છે અને 6/128GB વેરિઅન્ટની કિંમત 14,990 રૂપિયા છે. આ 5G સ્માર્ટફોનની સ્પેસિફિકેશન વિશે વાત કરીએ, તો આમાં 50-મેગાપિક્સલનો ત્રિપલ કેમેરા સેટઅપ છે. ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 13 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 6000 mAh બેટરી છે, અને સાથે 25Wનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. આ સ્માર્ટફોન 5nm Exynos 1330 પ્રૉસેસર પર કામ કરે છે અને આમાં વૉ઼ટર ડ્રૉપ નૉચ IPS LCD ડિસ્પ્લે છે. એકંદરે,  આ એક સસ્તો 5G ફોન છે જે આ બજેટ સેગમેન્ટના લોકો માટે ઉત્તમ છે. 


મોબાઇલ ફોનમાં 6.58-ઇંચની ફુલ HD પ્લસ ડિસ્પ્લે છે જે 90hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીનની સુરક્ષા માટે આમાં ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રૉટેક્શન આપવામાં આવ્યું છે. Samsung Galaxy M14 5Gમાં કંપની કસ્ટમર્સને 2 વર્ષ માટે OS અપડેટ્સ અને 4 વર્ષ માટે સુક્યૂરિટી અપડેટ્સ આપશે.