Tech News, GOOGLE MAPS: આજે દુનિયાભરમાં ટેકનોલૉજીનો ઉપયોગ લોકો ખુબ જ બહોળા પ્રમાણમાં કરતાં થયા છે. આજે ગૂગલ મેપ્સ દ્વારા આપણે કોઈપણ જાતની મુશ્કેલી વિના ગમે ત્યાં મુસાફરી કરી શકીએ છીએ. શહેરોની સાંકડી શેરીઓથી લઈને ગામડાના ખરાબ રસ્તાઓ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો સુધીનો તમામ ડેટા આ એપમાં અવેલેબલ છે અને તે અમારા કામને સરળ બનાવે છે. દરમિયાન ગૂગલ મેપ્સના અનુભવને વધુ બહેતર બનાવવા માટે કંપની તેમાં કેટલીક બેસ્ટ ફેસિલિટી એડ કરવા જઈ રહી છે. ખરેખર, ઘણીવાર એવું બને છે કે જ્યારે આપણે કોઈ નવી જગ્યાએ જઈએ છીએ, ત્યારે આપણને સરનામું સમજાતું નથી. આવી સ્થિતિમાં અમે પછી નજીકના લોકોને કોઈ લેન્ડમાર્ક અથવા જાણીતી જગ્યાનું નામ પૂછીએ છીએ જેથી કરીને અમે સ્થળ પર પહોંચી શકીએ. આ સમસ્યાનો અંત લાવવા માટે ગૂગલ એપમાં 'એડ્રેસ ડિસ્ક્રિપ્શન' નામનું ફિચર એડ કરવા જઈ રહ્યું છે.


તેની મદદથી જ્યારે કોઈ તમારી સાથે પિન કરેલ લૉકેશન શેર કરે છે, ત્યારે તમે તેને એપમાં ઓપન કરશો કે તરત જ કંપની તમને એડ્રેસની આસપાસના 5 લેન્ડમાર્ક અને પ્રખ્યાત સ્થળો વિશેની માહિતી બતાવશે. આનો ફાયદો એ થશે કે તમને અજાણ્યા સ્થળો શોધવામાં કોઈ તકલીફ નહીં પડે અને તમે સરળતાથી તમારા ગંતવ્ય સ્થાન પર પહોંચી શકશો. કંપનીએ કહ્યું કે આવતા વર્ષથી યૂઝર્સને મેપમાં આ ફિચર મળવાનું શરૂ થઈ જશે.


મળશે લેન્સનો સપોર્ટ 
કંપનીએ ગયા વર્ષે ગૂગલ મેપ્સમાં સ્ટ્રીટ વ્યૂની ફેસિલિટી લૉન્ચ કરી હતી. તેની મદદથી તમે કોઈપણ લોકેશન લાઈવ જોઈ શકો છો, તે કેવું દેખાય છે અને આસપાસ શું છે. હવે કંપની મેપ્સમાં લેન્સને સપોર્ટ કરવા જઈ રહી છે, જેના દ્વારા તમે જ્યારે કોઈ સ્ટ્રીટ વ્યૂ જોશો તો તમે અલગ-અલગ જગ્યાઓ પર ક્લિક કરીને જાણી શકશો કે ત્યાં શું હાજર છે. કંપની જાન્યુઆરી 2024 થી ભારતના 15 શહેરોમાં આ સુવિધા શરૂ કરશે અને તેને ધીમે ધીમે વિસ્તારવામાં આવશે.


પગપાળા ચાલનારા લોકો માટે આવી રહ્યું છે આ ફિચર 
જો તમને વૉકિંગ ગમે છે, તો કંપની ભારતમાં 'લાઇવ વ્યૂ વૉકિંગ નેવિગેશન' ફિચર લાવી રહી છે. આ ફિચરની મદદથી તમે કોઈપણ રસ્તા પર ચાલતા જાવ, ગૂગલ મેપ્સ તમને એરો માર્ક દ્વારા ક્યાં જવું છે તેની માહિતી આપશે, એટલે કે ચાલતી વખતે તે તમને નેવિગેટ કરશે. જ્યારે તમારે ડાબે કે જમણે વળવું હોય ત્યારે તમારો ફોન વાઇબ્રેટ થશે અને જ્યારે તમે લોકેશન પર પહોંચશો ત્યારે તે પણ વાઇબ્રેટ થશે અને તમને માહિતી આપશે. આ ફિચર ભારતના 3,000 શહેરોમાંથી શરૂ થશે અને પહેલા એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.