Apple iPhone 15: એપલે ફરી એકવાર સ્માર્ટફોન માર્કેટમાં પોતાનો ઝંડો ફરકાવ્યો છે. iPhone આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં સૌથી વધુ વેચાતા ફોન તરીકે ઉભરી આવ્યો છે. એક નવા રિપોર્ટ અનુસાર, iPhone 15ને આ વર્ષે લોકોએ ખૂબ પસંદ કર્યો અને તેના લાખો યુનિટ્સ વેચાયા છે.
કાઉન્ટરપૉઈન્ટ રિસર્ચના રિપોર્ટ અનુસાર, iPhone 15 પછી iPhone 15 Pro Max અને iPhone 15 Pro સૌથી વધુ વેચાતા મૉડલ્સમાં સામેલ હતા. આ પ્રથમ વખત છે કે આઇફોનના કુલ વેચાણમાંથી અડધો ભાગ પ્રૉ મૉડલ્સમાંથી આવ્યો છે.
કઇ રીતે બન્યો iPhone 15 લોકોનો મનપંસદ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આજકાલ લોકો વધુ મોંઘા ફોન ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. આ કારણથી iPhoneના બેઝ અને પ્રૉ મૉડલના વેચાણમાં બહુ ફરક નથી. આ સિવાય Appleના આકર્ષક ફાઇનાન્સ ઓપ્શન્સ અને ટ્રેડ-ઇન પ્રોગ્રામ, જ્યાં જૂના મૉડલને નવા મૉડલ માટે એક્સચેન્જ કરી શકાય છે, તેણે પણ iPhone 15ના વેચાણમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
Samsung નો પણ છે દબદબો
ટોપ 5 સેમસંગ મૉડલ વિશ્વના ટોપ 10 બેસ્ટ સેલિંગ ફોનની યાદીમાં સામેલ છે. આ પછી આ લિસ્ટમાં એપલના 4 અને શ્યાઓમીનો 1 ફોન છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2018 પછી પહેલીવાર Galaxy S સીરીઝનું કોઈ મૉડલ ટોપ 10માં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. આ વખતે Galaxy S24 ત્રીજા ક્વાર્ટરમાં ટોપ 10માં રહે છે.
સેમસંગ ગેલેક્સી S24 સીરીઝના વેચાણમાં તેની GenAI સુવિધાઓના અસરકારક માર્કેટિંગને કારણે વધારો થયો છે. આ સિવાય Galaxy A સીરીઝના ચાર મૉડલ પણ ટોપ 10 લિસ્ટમાં સામેલ છે, જે મુખ્યત્વે ઓછી કિંમતના સેગમેન્ટમાં પસંદ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય Xiaomiની સબ-બ્રાન્ડ Redmi 13C 5G સ્માર્ટફોનને સમગ્ર વિશ્વમાં ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે.
આ પણ વાંચો
OnePlus 12ની કિંમતમાં ઘટાડો! અહી અડધા કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ છે આ સ્માર્ટફોન