Robots Helping in Conceiving Baby: બાળકો પેદા કરવા માટે હવે રોબૉટની મદદ લેવામાં આવી રહી છે. જી હાં, આ સાચુ છે. સાંભળવામાં તમને થોડું વિચિત્ર જરૂર લાગતું હશે, પરંતુ હવે તે શક્ય છે. સ્પેનની એક મેડિકલ સંસ્થાએ બાળકોને જન્મ આપવા માટે રોબૉટની મદદ લીધી, અને આ પછી મહિલાએ બે સ્વસ્થ બાળકોને પણ જન્મ આપ્યો છે. જાણો શું છે આ સમગ્ર મામલો.
આ છે મામલો -
જે લોકોનું બાળક ખુદ પેદા નથી થઇ શકતુ, તેઓ IVF ટેકનીકની મદદ લે છે. આમ તો આ એક ખર્ચાળ અને લાંબી પ્રક્રિયા છે. આમાં માનવ ઇંડા એટલે કે સ્પર્મને પ્રયોગશાળામાં શુક્રાણુ સાથે ફલિત કરવામાં આવે છે અને આ પછી ગર્ભાશયમાં મુકવામાં આવે છે. આ કામ અત્યાર સુધી માણસો જ કરતાં હતા, એટલે કે આ આખી પ્રક્રિયા માત્ર ડૉકટરોની દેખરેખ હેઠળ કરવામાં આવતી હતી. પરંતુ હવે આગામી સમયમાં આ કામ રોબૉટ કરશે.
ખરેખરમાં, એક સ્પેનિશ તબીબી સંસ્થાએ સ્ત્રીના ગર્ભાશયમાં સ્પર્મ નાંખ્યા અને IVF પ્રક્રિયા પૂર્ણ કરવા માટે રોબૉટનો યૂઝ કર્યો હતો. રોબૉટને કંટ્રોલ કરવા માટે પ્લે સ્ટેશન 5ના ગેમિંગ કન્સૉલની મદદ લેવામાં આવી હતી. રોબોટની મદદથી મહિલાએ ગર્ભ ધારણ કર્યો, અને હવે તેને બે સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો છે.
રોબૉટ ભવિષ્યમાં કરશે ખુબ મદદ -
NHSના ડેટા અનુસાર, IVF ટ્રીટમેન્ટનો કુલ ખર્ચ 5 લાખની આસપાસ આવે છે, જે દરેક વ્યક્તિને પોષાય તેમ નથી, સાથે જ IVF ટેકનિકથી બાળક થવાની પણ કોઈ ગેરંટી પણ નથી હોતી. જોકે, આના કારણે સ્ત્રીની ગર્ભધારણની શક્યતા સામાન્ય કરતાં વધી જાય છે. કારણ કે આ એક લાંબી પ્રક્રિયા છે, તેની કિંમત ઘણી વધારે છે અને ઘણા લોકો આના ડરથી IVF કરાવતા નથી. પરંતુ હવે ટુંક સમયમાં જ રોબૉટની મદદથી આ મોટો ખર્ચો ઘટાડી શકાશે, અને ભવિષ્યમાં IVFનો ખર્ચ પોષાય એમ છે. માત્ર મેડિકલ જ નહીં, પરંતુ આવનારા સમયમાં રોબૉટ્સ દરેક ક્ષેત્રમાં માનવીઓને મદદ કરશે અને ઘણા કાર્યોને સરળ અને સસ્તું કરી દેશે.
સાયન્ટિફિક જર્નલ PLOS ONEમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવનારા 10 વર્ષમાં લગભગ 39% ઘરના કામ રોબૉટ દ્વારા કરવામાં આવશે અને આગામી 5 વર્ષમાં 27% ઓટૉમેશન જોવા મળશે.