Tech News :છેલ્લા કેટલાક સમયથી, AI ચેટબોટ્સને લઈને ઘણી પ્રગતિ જોવા મળી રહી છે. અત્યાર સુધી OpenAIનું ChatGPT આ રેસમાં સૌથી આગળ હતું, પરંતુ હવે તેને પડકાર મળવા લાગ્યો છે. ચાઈનીઝ સ્ટાર્ટઅપના AI મોડલે OpenAI સહિત અમેરિકન કંપનીઓને પરસેવો પાડી દીધો છે. ચીની કંપની ડીપસીકના AI મોડલે પરફોર્મન્સના મામલે ChatGPT, જેમિની અને ક્લાઉડ AI વગેરેને પાછળ છોડી દીધા છે. અમેરિકામાં તેણે એપ સ્ટોર પર ચેટજીપીટીને પણ હરાવ્યું છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

Continues below advertisement

કંપની બે વર્ષ જૂની છે

ડીપસીક સ્ટાર્ટઅપ લગભગ બે વર્ષ જૂનું છે. તેની શરૂઆત 40 વર્ષીય ચીની ઉદ્યોગસાહસિક લિયાંગ વેનફેંગ દ્વારા 2023 માં કરવામાં આવી હતી. કંપનીએ આ મહિને તેના ઓપન-સોર્સ AI મોડલને અમેરિકામાં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરાવ્યું હતું. થોડા સમયની અંદર, તે ChatGPT ને હરાવીને iPhone ડાઉનલોડ ચાર્ટમાં ટોચ પર પહોંચી ગયું. કંપનીના લેટેસ્ટ એડવાન્સ રિઝનિંગ મોડલનું નામ R1 છે. તે મેટા અને ઓપનએઆઈના ઉત્પાદનો કરતાં વધુ કાર્યક્ષમ માનવામાં આવે છે.

Continues below advertisement

સસ્તુ હોવાના કારણે ચર્ચામાં આવ્યા

ડીપસીકના બંને એઆઈ મોડલને તાલીમ આપવી જેમાં V3 અને R1નો સમાવેશ થાય છે તે પણ અન્ય કંપનીઓની સરખામણીમાં ખૂબ જ સસ્તુ  છે. ડીપસીક કહે છે કે તેના નવીનતમ AI મોડલને તાલીમ આપવા માટે 5.6 મિલિયન યુએસ ડોલરનો ખર્ચ થયો છે, જ્યારે ગયા વર્ષે એક AI નિષ્ણાતે કહ્યું હતું કે તેને બનાવવા માટે ઓછામાં ઓછા 1 બિલિયન યુએસ ડોલરનો ખર્ચ થઈ શકે છે. જોકે, કેટલાક નિષ્ણાતોને ડીપસીકની કિંમત અંગે વિશ્વાસ નથી.

ટ્રમ્પનું ટેન્શન વધી ગયું

ચીનની કંપનીની સફળતાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ચિંતામાં મૂકી દીધા છે. ટ્રમ્પે તેને અમેરિકન ટેક કંપનીઓ માટે વેક-અપ કોલ ગણાવ્યો છે. તેણે એમ પણ કહ્યું કે તે અમેરિકન કંપનીઓ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મોટા પૈસાનું રોકાણ કરવાને બદલે, તમે ઓછા પૈસા માટે પણ સમકક્ષ સોલ્યુશન ઓફર કરી શકો છો.