Twitter, now X: ટ્વીટર જે અત્યારે એક્સ બની ચૂક્યુ છે, તેના સીઇઓ એલન મસ્ક વધુ એકવાર મોટા ફેરફારની તૈયારીમાં છે. એલન મસ્કે ભલે ટ્વીટરનું નામ અને લૉગો બદલ્યો હોય, પરંતુ જૂના શબ્દો હજુ પણ ઘણી જગ્યાએ અવેલેબલ છે એટલે કે હજુ સુધી પુરેપુરો ફેરફાર થયો નથી. ટ્વીટ શબ્દ હજુ પણ વેબ વર્ઝનમાં લખવામાં આવી રહ્યો છે. જો તમારે કંઇક લખવું હોય, તો તમારે હવે ટ્વીટ કરવું પડશે. જોકે કેટલાક યૂઝર્સને નવા અપડેટ મળવા લાગ્યા છે અને ટ્વીટને બદલે વેબમાં પૉસ્ટ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે કે ટૂંક સમયમાં તમને X માં પૉસ્ટનો ઓપ્શન જોવા મળશે. કેટલાક યૂઝર્સે તેનો સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે.


એક યૂઝરે લખ્યું કે એલન મસ્કે માત્ર એક કલાક પછી પૉસ્ટને ટ્વીટમાં બદલી નાખી. તે જ સમયે, અન્ય એક યૂઝરે લખ્યું કે તેને હવે વેબસાઈટ પર ટ્વીટની જગ્યાએ પૉસ્ટના શબ્દો દેખાવા લાગ્યા છે. ખરેખરમાં, જ્યારથી મસ્કે ટ્વીટરનું નામ બદલવાની જાહેરાત કરી છે, ત્યારથી લોકોના મનમાં સવાલ આવી રહ્યો હતો કે નામ બદલ્યા પછી ટ્વીટને બદલે શું લખવામાં આવશે ? તેનો જવાબ એલન મસ્ક દ્વારા એક પૉસ્ટમાં આપવામાં આવ્યો હતો. તેને લખ્યું કે હવે ટ્વીટને બદલે એન એક્સનો (An X Post) ઉપયોગ કરવામાં આવશે, એટલે કે તેને એક એક્સ પૉસ્ટ (An X Post) કહેવામાં આવશે.






ગયા વર્ષ કરતાં આ વર્ષે વધ્યો ટ્વીટરનો યૂઝરબેઝ - 
એલન મસ્કે ગયા વર્ષે ટ્વીટર ખરીદ્યું ત્યારથી આ પ્લેટફોર્મમાં સતત ફેરફારો થયા છે. બદલાવ ઉપરાંત લોકો ટ્વીટરની ટીકા પણ કરી રહ્યા છે. મોટાભાગના જાહેરાતકર્તાઓએ આ કારણોસર કંપની છોડી દીધી હતી. દરમિયાન, મસ્કે ટ્વીટરના યૂઝરબેઝનો ચાર્ટ શેર કર્યો છે. ગયા વર્ષે જ્યાં કંપનીના એક્ટિવ યૂઝર્સની સંખ્યા લગભગ 380 મિલિયન હતી ત્યાં આ વર્ષે આ આંકડો 441 મિલિયનને વટાવી ગયો છે. એટલે કે ટિકી છતાં લોકો ટ્વીટરમાં થઈ રહેલા ફેરફારોને પસંદ કરી રહ્યા છે.


 






-