WhatsApp Group Call: ભારતમાં મોબાઇલ યૂઝર્સની સંખ્યા સતત વધી રહી છે. ભારતમાં 50 કરોડથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે. દુનિયાભરમાં એપ પર 2 અબજથી વધુ એક્ટિવ યૂઝર્સ છે. આ દરમિયાન કંપનીએ iOS યૂઝર્સને અપડેટ આપ્યું છે. જોકે આ અપડેટ માત્ર બીટા ટેસ્ટર્સ માટે છે. હવે iOS યૂઝર્સ એક સમયે 15 જેટલા લોકો સાથે ગૃપ કૉલ શરૂ કરી શકે છે. આ પહેલા ગૃપ કૉલમાં શરૂઆતમાં માત્ર 7 લોકોને એડ કરવાની મંજૂરી હતી. આ પછી ધીમે ધીમે કુલ 32 લોકોને એડ શકાય છે. આ અપડેટ વિશેની માહિતી વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઇટ Wabetainfo દ્વારા શેર કરવામાં આવી છે.


તાજેતરમાં જ આ અપડેટ WhatsAppના iOS 23.15.1.70 વર્ઝનમાં જોવા મળ્યુ છે. ધીમે ધીમે કંપની આને દરેક માટે રૉલઆઉટ કરી શકે છે. આ અપડેટનો ફાયદો એ થશે કે લોકો એક સાથે વધુ લોકો સાથે કૉલમાં જોડાઈ શકશે અને તેમનો સમય બચશે. iOS ઉપરાંત WhatsApp પણ Android યૂઝર્સ માટે આ અપડેટ લાવી રહ્યું છે, જે હાલમાં કેટલાક Android બીટા ટેસ્ટર્સ સાથે અવેલેબલ છે.


વૉટ્સએપ પર એનિમેટેડ અવતાર ફિચર ટૂંક સમયમાં થશે ઉપલબ્ધ  - 
WhatsApp યૂઝર્સ માટે એક નવીન એનિમેટેડ અવતાર સુવિધા રિલીઝ કરવા જઈ રહ્યું છે જેનો હેતુ મેસેજિંગ પ્લેટફોર્મના અનુભવને બેસ્ટ બનાવવાનો છે. થોડા સમય પહેલા કંપનીએ iOS અને Android યૂઝર્સ માટે બે આકર્ષક અપડેટ્સ જાહેર કર્યા હતા. બંને અપડેટ્સ અવતારની આસપાસ ફરે છે. પ્રથમ અપગ્રેડ યૂઝર્સને તેમના પોતાના ફોટાની મદદથી અવતાર બનાવવામાં મદદ કરે છે, એટલે કે તમારે મેન્યૂઅલી અવતાર બનાવવાની જરૂર નથી. બીજું અપડેટ યૂઝર્સને અવતારના સંગ્રહ સાથે પ્રદાન કરે છે. યૂઝર્સને હવે તેમની પ્રૉફાઇલ સેટ કરતી વખતે અલગ અવતાર પસંદ કરી શકે છે. આ સાથે, તેમની પ્રૉફાઇલ વધુ સારી બનશે અને એપ્લિકેશનનો અનુભવ પણ સારો થશે.


આ ઉપરાંત કંપની કેટલીય ફિચર્સ પર કામ કરી રહી છે જે ધીમે-ધીમે લોકોને અવેલેબલ થશે. અત્યારે દરેક વ્યક્તિ યૂઝરનેમ ફિચરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.                                                                         


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial