Elon Musk: ટેસ્લા કંપનીના માલિક એલન મસ્ક તેની રસપ્રદ સોશિયલ મીડિયા પૉસ્ટ્સને કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં તેમને આવી જ એક અન્ય એક્સ પૉસ્ટ કરી છે, જેના પર યૂઝર્સ પણ જોરદાર રિએક્શન્સ આપી રહ્યાં છે. ખરેખર, એલન મસ્ક દ્વારા પૉસ્ટ કરવામાં આવેલી ટેક્સ્ટમાં કેપ્શન લખ્યું છે કે, કેવી રીતે Apple Intelligence Works. હવે એલન મસ્કની આ જ X પૉસ્ટ વાયરલ થઈ રહી છે. એલન મસ્કની આ એક્સ-પૉસ્ટ ત્યારે આવી જ્યારે iPhone નિર્માતાઓએ OpenAI સાથે પાર્ટનરશીપની જાહેરાત કરી છે.


એલન મસ્કની પૉસ્ટ પર યૂઝર્સનું રિએક્શન્સ 
એલન મસ્કની X પૉસ્ટ પર એક યૂઝરે લખ્યું છે કે Appleના પ્રૉડક્ટ્સનો ઉપયોગ ના કરો. અન્ય એક યૂઝરે લખ્યું કે એપલ હંમેશા મુશ્કેલીનું કારણ બને છે. જ્યારે એક યૂઝરે લખ્યું કે હું નિરાશ છું કે તમારી પાસે આ કેવી રીતે કામ કરે છે તે સમજવાની ધીરજ નથી, જેમ કે મોટા ભાગના MSM રિપોર્ટિંગના કિસ્સામાં છે. જો તમે ખરેખર પ્રાઇવસી વિશે ચિંતિત છો, તો તેના વિશે જાણવા માટે થોડો સમય લેવો તે તમને ઝડપથી બતાવશે કે તે કેટલું મૂંઝવણભર્યું છે, ખાસ કરીને Google ની સરખામણીમાં.






કઇ વાતને લઇને ગુસ્સે ભરાયા એલન મસ્ક 
તેના થોડા કલાકો પછી જાણીતા ઉદ્યોગપતિ એલન મસ્કે આ અંગે નારાજગી વ્યક્ત કરી અને તેમની કંપનીના પરિસરમાં એપલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની ધમકી પણ આપી. વાસ્તવમાં, મસ્કનું કહેવું છે કે બંને કંપનીઓ વચ્ચેની આ ભાગીદારી સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન છે અને તેને કોઈપણ સંજોગોમાં સહન કરી શકાય નહીં. એપલના સીઈઓ ટિમ કુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી હતી.


એલન મસ્કે એપલ પ્રૉડક્ટ્સને બંધ કરવાની આપી ધમકી  
કૂકની પોસ્ટે Apple ઉપકરણોમાં આર્ટિફિશિયલ ઇન્જેલિજન્સને વધુ સુધારવા માટે ChatGPT બનાવતી કંપની OpenAI સાથે ભાગીદારીની જાહેરાત કરી. આગળ શું થયું, આ જાહેરાતના થોડાક કલાકો પછી એલન મસ્કએ પ્રતિક્રિયા આપી અને લખ્યું કે Apple ડિવાઇસની ChatGPTની જરૂર નથી, કાં તો Apple ડિવાઇસને આ સોફ્ટવેરને ઇન્ટીગ્રેટ કરવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ અથવા તેણે તેની કંપનીમાં Apple ડિવાઇસનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ. તેના પર પ્રતિબંધ મુકશે.