WhatsApp Official Chat Update: વૉટ્સએપ એક લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. દુનિયાભરના 2 અબજથી વધુ લોકો વૉટ્સએપનો ઉપયોગ કરી રહ્યાં છે. યૂઝર એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા માટે કંપની સમયાંતરે આમાં કેટલાય નવા નવા અપડેટ્સ લાવતી રહે છે. હવે આ કડીમાં મેટા ટૂંક સમયમાં જ WhatsAppમાં વધુ એક અપડેટ આપવા જઈ રહ્યું છે. આ અપડેટ ઓફિશિયલ વૉટ્સએપ ચેટ વિશે છે. આમાં કંપની યૂઝર્સને નવા અપડેટ્સ વિશે માહિતી આપશે. હાલમાં કેટલાક એન્ડ્રૉઇડ બીટા ટેસ્ટર્સને આ અપડેટ મળવાનું શરૂ થઈ ગયું છે. આ અપડેટ વિશેની માહિતી વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખનારી વેબસાઇટ Wabetainfo દ્વારા શેર કરવામાં આવી છે.


ખરેખરમાં, ઓફિશિયલ વૉટ્સએપ ચેટ અંતર્ગત કંપની યૂઝર્સને એપના નવા અપડેટ્સ અને ટિપ્સ અને ટ્રિક્સ વિશે માહિતગાર કરશે. જેમ કંપની તમને 2FA વિશે જણાવશે, તેમજ તમે તેને કેવી રીતે સેટ કરી શકો છો, તે તમને ચેટમાં ઓપ્શન પણ આપશે. આ ઓફિશિયલ વૉટ્સએપ ચેટ લાવવાનો હેતુ લોકોને તમામ નવા ફિચર્સ વિશે જણાવવાનો અને યૂઝર્સની પ્રાઈવસીમાં સુધારો કરવાનો છે. ધ્યાન રહે, આ અપડેટ હાલમાં WhatsApp Android બીટાના વર્ઝન 2.23.15.10માં જોવા મળે છે. કંપની આગામી સમયમાં દરેક માટે આને રૉલઆઉટ કરી શકે છે.


આ ફિચર્સ પર પણ ચાલી રહ્યું છે કામ - 
વૉટ્સએપ કેટલાય નવા ફિચર્સ પર કામ કરી રહ્યું છે. આમાં યૂઝરનેમ, વીડિયો કૉલ લિમિટ, ચેનલ્સ, ઇમૉજી અને કીબોર્ડ રીડીઝાઈન વગેરેનો સમાવેશ થાય છે. હાલમાં દરેક જણ યૂઝરનેમ ફિચરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે અત્યાર સુધી એપમાં કોઈને ઉમેરવા માટે નંબર એક્સચેન્જ કરવા જરૂરી છે. આના વિના તમે અન્ય વ્યક્તિને WhatsAppમાં એડ કરી શકતા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે યૂઝરનેમ ફિચર આવ્યા બાદ યૂઝર્સ નંબર આપ્યા વગર પણ આની મદદથી લોકોને એડ કરી શકશે. આ ફિચરથી લોકોની પ્રાઈવસીમાં સુધારો થશે.                                                                                                  


 


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial