WhatsApp, Technology: વર્ષ 2024ની શરૂઆત થઇ ચૂકી છે, આ નવા વર્ષમાં હવે ઘણાબધા નવા ફેરફારો થવાના છે. આમાંનો એક ફેરફાર વિશ્વની સૌથી મોટી મલ્ટીમીડિયા મેસેજિંગ એપ વૉટ્સએપમાં થવા જઈ રહ્યો છે. સામાન્ય રીતે તમારે વૉટ્સએપ ચેટ બેકઅપ માટે પૈસા ખર્ચવા પડતા નથી પરંતુ હવે તમારે પૈસા ખર્ચવા પડશે. વૉટ્સએપ ટૂંક સમયમાં સ્ટૉરેજ માટે Google Drive સાથે આપવામાં આવેલ સ્ટૉરેજનો ઉપયોગ કરવાનું શરૂ કરવા જઈ રહ્યું છે. તે ડિસેમ્બર 2023 થી જ શરૂ થઈ ગયું છે અને ટૂંક સમયમાં તે બધા માટે રિલીઝ થશે. આ પૉલીસી લાગુ કરવાના 30 દિવસ પહેલા વૉટ્સએપ તમામ યૂઝર્સને નૉટિફિકેશન દ્વારા એલર્ટ કરશે.
શું થશે અસર ?
વૉટ્સએપ એન્ડ્રોઇડનું ચેટ બેકઅપ હવે ફક્ત ગૂગલ ડ્રાઇવના સ્ટૉરેજમાં સામેલ થશે, એટલે કે તમારે માત્ર 15 જીબીમાં વૉટ્સએપ ચેટ્સનું બેકઅપ લેવું પડશે અને જીમેલ, ગૂગલ ડ્રાઇવ વગેરેનો ડેટા સેવ કરવો પડશે. આનાથી વધુ સ્ટૉરેજ માટે તમારે પૈસા ખર્ચવા પડશે. તમને જણાવી દઈએ કે iOS ઉપકરણોમાં ચેટ બેકઅપ માટે માત્ર 5 GB ફ્રી સ્ટૉરેજ ઉપલબ્ધ છે. આના કરતાં વધુ સ્ટૉરેજ માટે પૈસા ખર્ચ થાય છે.
ગૂગલ એકાઉન્ટની સાથે મળે છે 15GBનું સ્ટૉરેજ
Google તેના એકાઉન્ટ યૂઝર્સને કુલ 15 GB મફત ક્લાઉડ સ્ટૉરેજ આપે છે જેનો ઉપયોગ યૂઝર્સ Gmail, Google Photos અને અન્ય ફાઇલો માટે કરે છે. જો તમે WhatsAppના એન્ડ્રોઇડ યૂઝર છો અને તમારો 15 GB સ્ટૉરેજનો ક્વૉટા ખતમ થઈ જાય, તો ચેટ બેકઅપ માટે તમારે Google Oneનું સબ્સ્ક્રાઇબ કરવું પડશે જે ફી આધારિત સબ્સ્ક્રિપ્શન છે.
ફ્રી WhatsApp ચેટ માટે શું છે ઓપ્શન ?
જો તમે તમારી વૉટ્સએપ ચેટ્સનું મફતમાં બેકઅપ લેવાનું ચાલુ રાખવા માંગતા હો, તો તમારે નાની ફાઇલો Google ડ્રાઇવ પર અપલોડ કરવી જોઈએ. આ ઉપરાંત તમારે એવા ફોટો અને વીડિયો ડિલીટ કરવા પડશે જેની તમને જરૂર નથી. ખૂબ જ સરળ ભાષામાં સમજવા માટે તમારે તમારી Google ડ્રાઇવનો સ્ટોરેજ ખાલી કરવો પડશે. આ સિવાય બીજો ઉપાય એ છે કે માત્ર ટેક્સ્ટનો ચેટ બેકઅપ લેવો, વીડિયો અને ફોટોનો નહીં.