Streambox Media: સ્ટ્રીમબૉક્સ મીડિયાએ ભારતનું પ્રથમ સબસ્ક્રિપ્શન આધારિત ટીવી OS લૉન્ચ કર્યું છે. માઇક્રૉમેક્સ દ્વારા સમર્થિત સ્ટાર્ટ-અપ કંપનીના સ્માર્ટ ટીવી DorOS સાથે આવશે, જેમાં યૂઝર્સને એમેઝૉન પ્રાઇમ વીડિયો, JioCinema, Disney+ Hotstar, SonyLIV, YouTube, Lionsgate Play સહિત 300 થી વધુ લાઇવ ટીવી ચેનલો અને 24 OTT એપ્સનું સબ્સ્ક્રિપ્શન આપવામાં આવશે. Zee5 જેવી OTT એપ્સનો સમાવેશ કરવામાં આવશે. સ્ટ્રીમબૉક્સ મીડિયાના સ્થાપક અને સીઈઓ અનુજ ગાંધીએ કહ્યું છે કે અમે નેટફ્લિક્સ સાથે પણ ચર્ચા કરી રહ્યા છીએ. આવો અમને તેના વિશે વિગતવાર જણાવીએ.


આ સ્ટાર્ટઅપ કંપનીના DorOS માં યૂઝર્સને 24 OTT એપ્સ અને 300 થી વધુ ડિજિટલ ટીવી ચેનલોની ઍક્સેસ આપવામાં આવશે. કંપનીએ આ માટે 799 રૂપિયાનો માસિક સબસ્ક્રિપ્શન પ્લાન રાખ્યો છે. આ સબસ્ક્રિપ્શન આધારિત ટીવી ઓપરેટિંગ સિસ્ટમ ટાટા પ્લે, એરટેલ એક્સસ્ટ્રીમ ટીવી વગેરે સાથે સ્પર્ધા કરી શકે છે. આ ટીવી ઓપરેટિંગ સિસ્ટમમાં AI સંચાલિત સર્ચ ફિચર આપવામાં આવ્યું છે, જે યૂઝર્સને તેમની પસંદગીના મનોરંજન કાર્યક્રમને પસંદ કરવામાં સરળતાથી મદદ કરશે.


4K OLED TV પણ લૉન્ચ 
સ્ટ્રીમબૉક્સે આ ઓપરેટિંગ સિસ્ટમ સાથે 4K QLED ટીવી પણ સજ્જ કર્યું છે, જે 43 ઇંચ, 55 ઇંચ અને 65 ઇંચમાં ઉપલબ્ધ છે. તેમાંથી 43-ઇંચનું મોડેલ 1 ડિસેમ્બર, 2024 થી ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. જ્યારે બાકીના બે મૉડલ આવતા વર્ષથી ખરીદી શકાશે. કંપની આ માટે 10,799 રૂપિયા ચાર્જ કરશે.


પહેલા મહિને ફ્રીમાં કરી શકશો એક્સેસ 
આમાં, ટીવી માટે 9,999 રૂપિયાનો વન ટાઇમ એક્ટિવેશન ચાર્જ અને 799 રૂપિયાનું માસિક સબસ્ક્રિપ્શન મળશે. ખાસ વાત એ છે કે યૂઝર્સને પહેલા મહિના માટે ટીવી સાથે ફ્રી સબસ્ક્રિપ્શન મળશે. વળી, આગામી 12 મહિના માટે યૂઝર્સને દર મહિને 799 રૂપિયાનો માસિક પ્લાન લેવો પડશે. આ પછી યૂઝર્સ તેમની સુવિધા અનુસાર પ્લાનને કસ્ટમાઇઝ કરી શકશે.


આ પણ વાંચો


ખુશખબર, કૉલિંગ માટે સિમ કે નેટવર્કની નહીં પડે જરૂર, આવી ગઇ મસ્કની Direct-to-Cell ટેકનોલૉજી, આ રીતે કરશે કામ