Technology News Updates: ટેલિકૉમ સેક્ટરમાંથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે, ટેલિકૉમ કંપની એરટેલ પોતાના ગ્રાહકોને રિઝવવા માટે ખાસ પ્લાન લઇને આવ્યુ છે. પહેલીવાર એરટેલ પોતાના પ્રીપેડ પ્લાન સાથે OTT એપ્લિકેશન નેટફ્લિક્સનું સબ્સ્ક્રિપ્શન ઓફર કરી રહી છે. આ ઉપરાંત તમે હાઈ સ્પીડ 5G ઈન્ટરનેટ પણ માણી શકશો. ટેલિકોમ ટોકના રિપોર્ટ અનુસાર, કંપની એરટેલ યૂઝર્સને મોબાઈલ રિચાર્જ પર 84 દિવસ માટે નેટફ્લિક્સ બેઝિક સબસ્ક્રિપ્શન આપી રહી છે. જો કે કંપનીએ આ સંબંધમાં સાર્વજનિક રીતે કોઈ માહિતી શેર કરી નથી, પરંતુ એરટેલે પોતાની વેબસાઈટ અને એપમાં આ પ્લાન એડ કર્યો છે.


Netflix માટે કરવું પડશે આટલુ રિચાર્જ 
એરટેલે 1,499 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લૉન્ચ કર્યો છે. આમાં તમને 84 દિવસ માટે દરરોજ 3GB હાઇ સ્પીડ 5G ઇન્ટરનેટ, 100 SMS, અમર્યાદિત કૉલિંગ અને Netflix Basic સબસ્ક્રિપ્શન મફતમાં મળે છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં Netflix બેઝિક સબસ્ક્રિપ્શનની કિંમત 199 રૂપિયા છે. આ પ્રથમ વખત છે જ્યારે કંપનીએ પ્રીપેડ પ્લાન સાથે નેટફ્લિક્સ બેઝિક સબસ્ક્રિપ્શન પ્રદાન કર્યું છે. જોકે અન્ય ટેલિકોમ ઓપરેટરો આ પહેલાથી જ કરી રહ્યા છે.


Jioના 1,499 રૂપિયાના પ્લાનમાં મળે છે આ ફાયદા 
જો તમે Jio સિમ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમે 1,499 રૂપિયાનો પ્લાન પણ લઈ શકો છો. આ પ્લાનમાં કંપની તમને 84 દિવસ માટે Netflix Basic, Jio Cinema, Jio TV સહિત દરરોજ 3GB ડેટા, 100 SMS અને અનલિમિટેડ કૉલિંગનો લાભ આપે છે. જો તમને Jio ની વેલકમ ઓફર મળી હોય તો તમે અનલિમિટેડ 5G ડેટાનો આનંદ માણી શકો છો.


VIના ડેઇલી 3GB ડેટા પેક વાળા પ્લાનની કિંમત 
Vodafone Idea પણ ડેઇલી 3GB ડેટા સાથે પ્લાન ઓફર કરે છે. કંપની 359 રૂપિયામાં 28 દિવસ માટે ડેઇલી 3GB ડેટા, 100 SMS અને અનલિમિટેડ કૉલિંગનો લાભ આપે છે. જો કે, આમાં તમને કોઈપણ OTT એપનું સબસ્ક્રિપ્શન મળતું નથી. VI તેના પ્રીપેડ પ્લાન સાથે Binge All Night સુવિધા આપે છે જેમાં તમે મધરાત 12 થી સવારે 6 વાગ્યા સુધી ગમે તેટલા ડેટાનો ઉપયોગ કરી શકો છો.