X Down: સોમવારે, X (અગાઉ ટ્વિટર) ના ઘણા યૂઝર્સને સેવામાં મોટી વિક્ષેપનો સામનો કરવો પડ્યો હતો. આઉટેજ મૉનિટરિંગ વેબસાઇટ ડાઉનડિટેક્ટર અનુસાર, ભારતમાંથી લગભગ 2,000, યુએસમાંથી 18,000 અને યૂકેમાંથી 10,000 થી વધુ ફરિયાદો નોંધાઈ હતી. અલન મસ્કના આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે હજુ સુધી આ વૈશ્વિક આઉટેજ પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. અસરગ્રસ્ત યૂઝર્સ એપ્લિકેશન ખોલતી વખતે "કંઈક ખોટું થયું, કૃપા કરીને ફરીથી લૉડ કરો" મેસેજ જોઈ રહ્યા હતા. જોકે હવે X પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે.
ફરીથી શરૂ થઇ સર્વિસ
લેટેસ્ટ અપડેટ મુજબ, બપોરે 3:45 વાગ્યાની આસપાસ (IST), પ્લેટફોર્મની સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી, જેનાથી યૂઝર્સ ફરીથી વેબસાઇટ અને એપ્લિકેશનને ઍક્સેસ કરી શક્યા. આ બંધની અસર ખાસ કરીને ભારતમાં અનુભવાઈ. ડાઉનડિટેક્ટરના ડેટા અનુસાર, યુ.એસ.માં 57% યૂઝર્સને એપ્લિકેશન સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, 34% યૂઝર્સને વેબસાઇટ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને 9% યૂઝર્સને સર્વર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. યુકેમાં, 61% યૂઝર્સને એપ્લિકેશનમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, 34% યૂઝર્સને વેબસાઇટમાં અને 5% યૂઝર્સને સર્વરમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
ભારતમાં આઉટેજની અસર ઓછી ગંભીર હતી, પરંતુ 2,600 થી વધુ ફરિયાદો હજુ પણ નોંધાઈ હતી. ૮૦% યૂઝર્સ વેબસાઇટ ઍક્સેસ કરવામાં અસમર્થ હતા, ૧૧% લોકોને લોગ ઇન કરવામાં સમસ્યા હતી, અને ૯% લોકોને મોબાઇલ એપ્લિકેશનમાં મુશ્કેલી હતી.
આઉટેજનો પીક ટાઇમ
બપોરે 3:20 વાગ્યાની આસપાસ (IST) આઉટેજની ફરિયાદો ઝડપથી વધી અને થોડીવારમાં 19,000 થી વધુ યૂઝર્સ આ સમસ્યાથી પ્રભાવિત થયા. જોકે, X તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, જેના કારણે આઉટેજનું વાસ્તવિક કારણ જાણી શકાયું નથી.
યૂઝર્સ થયા પરેશાન બપોરે જ્યારે ટ્વિટર ડાઉન થયું, ત્યારે હજારો યૂઝર્સને તેને ઍક્સેસ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણા યૂઝર્સ X પર જ તેની જાણ કરી છે. ઘણા યૂઝર્સ X પરની પોસ્ટ દ્વારા આ આઉટેજ વિશે માહિતી આપી. જોકે, ભારતમાં તેની ખાસ અસર જોવા મળી ન હતી. આ સાથે, ટ્વિટર હવે સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થઈ ગયું છે. પરંતુ આ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઉપરાંત, X દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચો
Smartphone Tricks: કોઇના પણ ફોનમાં હીડન એપ હોય તો આ ટ્રિક્સથી જાણી શકો છો, બસ લાગશે એક મિનિટ...