Google One VPN: જાયન્ટ ટેક કંપની ગૂગલે એક મોટું પગલું ભર્યું છે. હા, આ સમાચાર યૂઝર્સને મોટો આંચકો આપી શકે છે. હકીકતમાં, Google One VPN સર્વિસ બંધ થવા જઈ રહી છે. ગૂગલે જાહેરાત કરી છે કે તે આગામી થોડા મહિનામાં બંધ થઈ જશે. તમને જણાવી દઈએ કે આ ફિચર ઓક્ટોબર 2020માં રિલીઝ કરવામાં આવ્યું હતું. તેનો હેતુ ઓનલાઈન લેવલ પર એન્ડ્રોઈડ યૂઝર્સને વધારાની સુરક્ષા આપવાનો હતો. Google One VPN સુવિધા ડેટા સુરક્ષામાં પણ મદદ કરે છે.


શું છે વીપીએન બંધ થવાનું કારણ 
Google One VPN નો પ્રારંભિક પ્રીમિયમ પ્લાન દર મહિને $9.99 છે, જો કે માર્ચ 2023 માં તેના પ્લાનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. કિંમતમાં ઘટાડો થયા બાદ પણ તેના વપરાશમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગૂગલે કહ્યું છે કે VPN સર્વિસના યૂઝર્સની સંખ્યા ઘણી વધારે છે. Google One એ પણ તાજેતરમાં 100 મિલિયન યૂઝર્સની સંખ્યાને સ્પર્શી છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું કે આટલો મોટો યુઝર બેઝ હોવો તેની સૌથી મોટી ઉપલબ્ધિ છે, જો કે આ હોવા છતાં બહુ ઓછા લોકો આ સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે.


આ યૂઝર્સને ગભરાવવાની જરૂર નથી 
જો તમારી પાસે Google Pixel 7 સીરીઝ છે તો ગભરાવાની જરૂર નથી. ગૂગલના જણાવ્યા અનુસાર, આ ફિચર વર્ષ 2022માં લૉન્ચ થયેલી Pixel 7 સીરીઝમાં ચાલુ રહેશે. આ ઉપરાંત Pixel 8 સીરીઝમાં પણ તેનો ઉપયોગ ચાલુ રહેશે. ગૂગલે કહ્યું છે કે યૂઝર્સને આ અંગે નોટિફિકેશન જાહેર કરીને જાણ કરવામાં આવી છે.


ગૂગલ આ વાતનું રાખશે ધ્યાન 
ગૂગલના જણાવ્યા અનુસાર, Google Fi યૂઝર્સ માટે VPN સેવા પહેલાની જેમ ચાલુ રહેશે. એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે યૂઝર્સ ઓનલાઈન અનુભવ સુરક્ષિત રહે. હાલમાં, કંપનીએ તેને બંધ કરવા માટે કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરી નથી, પરંતુ મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે કે VPN સેવા વર્ષના અંત સુધીમાં બંધ થઈ શકે છે.