Google Wallet: ગૂગલનું ગૂગલ વૉલેટ બહુ જલદી ભારતમાં લૉન્ચ થવા જઈ રહ્યું છે. અમે આ એટલા માટે કહી રહ્યાં છીએ કારણ કે આ એપ ગૂગલ પ્લે સ્ટૉર પર જોવામાં આવી છે. ગૂગલ વૉલેટ એપના સ્ક્રીનશોટમાં ભારતીય બેંકોના નામ જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ગૂગલ વૉલેટ એપ્લિકેશન ટૂંક સમયમાં ડાઉનલૉડ કરવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે.


TechCrunchના એક રિપોર્ટ અનુસાર, Google Play Store પર જોવામાં આવેલા Google Walletના લિસ્ટિંગમાં SBI, Air India અને PVR Inoxની લિસ્ટિંગ જોવા મળી છે. ગૂગલે ભારતમાં ગૂગલ વૉલેટના લૉન્ચિંગને લઈને હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.


શું છે ગૂગલ વૉલેટ ?
ગૂગલ વૉલેટ એક ડિજિટલ વૉલેટ છે જે મોબાઈલ એપ દ્વારા ઓપરેટ કરવામાં આવશે. Google Wallet માં તમે તમારા તમામ બેંક કાર્ડ્સ, ટ્રેન ટિકિટો, મૂવી ટિકિટો, ફ્લાઇટ ટિકિટ વગેરે સહિત ઘણા બધા ચૂકવણી વિકલ્પો ઉમેરી શકશો.


ત્યારપછી તમારે ક્યાંય પણ પેમેન્ટ કરવા માટે કોઈ કાર્ડ કે બેંક ડિટેલ્સની જરૂર નહીં પડે. તમે તમારા ફોનથી જ તમામ પ્રકારની ચૂકવણી કરી શકશો. આ એક વૉલેટ હશે જેના દ્વારા તમે કૉન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકશો. ગૂગલ વૉલેટના આગમન પછી તેમાં ગૂગલ પે મર્જ થવાની સંભાવના છે. શક્ય છે કે ગૂગલ આ બંને એપને એક એપ બનાવી શકે.


ગૂગલના 9 કર્મચારીઓની આ કારણે કરાઇ ધરપકડ, હવે નોકરી પર તોળાઇ રહ્યું છે જોખમ


ન્યૂયોર્કમાં ઓફિસ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરતા ગૂગલના કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી છે. કર્મચારીઓનો આરોપ છે કે કંપની ઇઝરાયેલ સરકાર સાથે મળીને કામ કરી રહી છે. ગૂગલના કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ગુગલ ઓફિસમાં ઘૂસીને પરિસરમાં વિરોધ કરી રહેલા કર્મચારીઓની ધરપકડ કરી હતી. ગૂગલના કર્મચારીઓ કંપનીના ન્યૂયોર્ક કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે કંપની ઈઝરાયેલના સમર્થનમાં કામ કરી રહી છે. આવી સ્થિતિમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસર કેટલી વ્યાપક રીતે ફેલાઈ રહી છે તે જોઈ શકાય છે.


9 કર્મચારીઓની ધરપકડ


ગુગલ કંપનીમાં વિરોધ કરી રહેલા 9 કર્મચારીઓની પોલીસે અટકાયત કરી છે. તાજેતરમાં ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ અંગે બંને પક્ષના લોકો પોતપોતાના સ્તરેથી લોકોને સમર્થન આપી રહ્યા છે. હાલમાં ગૂગલના કર્મચારીઓનો આરોપ છે કે કંપની ઈઝરાયેલને સપોર્ટ કરી રહી છે.


યુદ્ધની વચ્ચે તમારી ટેક્નોલોજી આપવી એ ખોટું છે


કર્મચારીઓનું કહેવું છે કે, યુદ્ધ દરમિયાન કોઈપણ દેશને પોતાની ટેક્નોલોજી અને સુવિધાઓ આપવી કંપની માટે ખોટું છે. યુદ્ધ દરમિયાન આ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. કંપની ઈઝરાયેલના સમર્થનમાં કામ કરી રહી છે.


ગૂગલ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરશે


ગૂગલના વરિષ્ઠ અધિકારીઓ અને પ્રવક્તાનું કહેવું છે કે, ઓફિસ કેમ્પસમાં આ પ્રકારનું વર્તન સહન કરી શકાય નહીં. કંપનીની નીતિનો વિરોધ કરનારા કર્મચારીઓ સામે પગલાં લેવાશે. આ એક્ટ માટે તમામ કર્મચારીઓને તેમની નોકરી ગુમાવવી પડી શકે છે.