Tecno Phantom V Flip 5G Launched: ચાઈનીઝ સ્માર્ટફોન મેકર ટેક્નોએ સસ્તી કિંમતે તેનો પહેલો ફ્લિપ સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. આ દુનિયાનો સૌથી સસ્તો ફ્લિપ ફોન છે. જોકે, તેને ભારતમાં હજુ સુધી લૉન્ચ કરવામાં આવ્યો નથી. આ ફ્લિપ ફોન ભારતમાં 1 ઓક્ટોબરે લૉન્ચ થશે અને તમે તેને એમેઝૉન દ્વારા ખરીદી શકશો. Tecno Phantom V Flip 5G ખૂબ જ Oppo અને Samsung ના ફ્લિપ ફોન જેવો દેખાય છે, પરંતુ આમાં કંપનીએ સર્ક્યૂલર કેમેરા મૉડ્યૂલ આપ્યું છે જે પહેલીવાર ફ્લિપ ફોનમાં છે. જાણો ફોનની કિંમત શું છે અને તેમાં કયા સ્પેક્સ આપવામાં આવ્યા છે.


કિંમત અને સ્પેક્સ - 
કિંમત વિશે વાત કરીએ તો, તમે Amazon પરથી Phantom V Flip 5G 49,999 રૂપિયામાં ખરીદી શકશો. કંપનીના જણાવ્યા અનુસાર, આ ડિવાઇસ તેની અસાધારણ ડિઝાઇન માટે જર્મન ડિઝાઇન એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યું હતું. ટેક્નોએ આ વર્ષની શરૂઆતમાં આ ફોનને સિંગાપોરમાં ઓફિશિયલ રીતે લૉન્ચ કર્યો હતો. આ પ્રથમ વખત છે જ્યારે ટેક્નો ફ્લિપ ફોર્મ ફેક્ટર સાથે આવી રહી છે. ફ્લિપ ફોન મિસ્ટિક ડૉન અને આઇકોનિક બ્લેક કલર ઓપ્શનોમાં આવે છે.


આ ફ્લિપ ફોન એન્ડ્રોઇડ 13 આધારિત HiOS 13.5ને સપોર્ટ કરે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ છે જેમાં 64MP પ્રાથમિક કેમેરા અને 13MP અલ્ટ્રાવાઇડ કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફ્રન્ટમાં 32MP કેમેરા આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં 2640×1080 પિક્સલ રિઝોલ્યૂશન સાથે 6.9-ઇંચ FHD+ LTPO AMOLED ડિસ્પ્લે છે જે 120Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. કવર સ્ક્રીન 1.32 ઇંચની છે જે ગોળ આકારમાં આવે છે.


ફ્લિપ ફોનમાં 45 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સાથે મીડિયાટેક ડાયમેન્સિટી 8050 પ્રૉસેસર અને 4000 એમએએચ બેટરી છે. કંપનીએ આ મોબાઈલ ફોનને 8GB રેમ અને 256GB સ્ટૉરેજ વેરિઅન્ટમાં લૉન્ચ કર્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે સ્માર્ટફોન માત્ર 15 મિનિટમાં 0 થી 50% સુધી ચાર્જ થઈ જાય છે.


Motorola razr 40 સ્માર્ટફોન - 
ટેકનો પછી મોટોરોલાનો Motorola Razr 40 ફ્લિપ ફોન સૌથી સસ્તો છે. ભારતમાં તેની કિંમત 8/256GB માટે 59,999 રૂપિયા છે. આમાં તમને 64+13MP ડ્યૂઅલ કેમેરા સેટઅપ મળે છે. ઉપરાંત 4200mAh બેટરી અને Snapdragon 7 Gen 1 SOC નો સપોર્ટ ઉપલબ્ધ છે.