Telegram CEO Pavel Durov: ટેલિગ્રામના સંસ્થાપક પાવેલ ડુરોવે ચોંકાવનારો ખુલાસો કર્યો છે, આ ખુલાસા બાદ હડકંપ મચી ગયો છે. ખરેખરેમાં, પાવેલ ડુરોવના જણાવ્યા અનુસાર, તે એક કે બે નહીં પરંતુ 100 બાળકોના બાયૉલૉજીકલ પિતા છે. પાવેલ ડુરોવે તેની ટેલિગ્રામ પોસ્ટ પર આ અંગેની માહિતી આપી હતી. તેણે કહ્યું કે મારા 12 દેશોમાં સ્પર્મ ડૉનેશન દ્વારા સોથી વધુ બાળકો છે. એટલું જ નહીં, પાવેલ ડુરોવે આ અંગે એક લાંબી પોસ્ટ લખી છે અને શેર કરી છે.
'15 વર્ષ પહેલા શરૂ થઇ આ કહાણી'
પાવેલ ડુરોવ ટેલિગ્રામ પર કહે છે કે મને જાણવા મળ્યું છે કે મારી પાસે 100 થી વધુ જૈવિક બાળકો છે. જે વ્યક્તિએ ક્યારેય લગ્ન કર્યા નથી અને એકલા રહેવાનું પસંદ કરે છે તેના માટે આ કેવી રીતે શક્ય છે. એટલું જ નહીં, તેણે કહ્યું કે 15 વર્ષ પહેલા સ્પર્મ ડૉનર બનવાની કહાની શરૂ થઈ હતી.
દોસ્તે સ્પર્મ ડૉનેટ કરવા માટે કહેલું
ટેલિગ્રામ પર પોસ્ટ કરતા પાવેલ ડુરોવ લખે છે કે, 15 વર્ષ પહેલા તેના એક મિત્રને બાળક માટે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડી રહી હતી, ત્યારબાદ તેણે મને સ્પર્મ ડૉનેટ કરવાની વિનંતી કરી. જ્યારે તેનો મિત્ર તેને સ્પર્મ ડૉનેટ કરવા માટે ક્લિનિક લઈ રહ્યો હતો ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેના સ્પર્મ સારી ગુણવત્તાના છે, જે તેના મિત્રને મદદ કરી શકે છે. પાવેલ ડુરોવને આ વાત અજીબ લાગી પરંતુ તે સ્પર્મ ડૉનેટ કરવા માટે રાજી થઈ ગયો.
પાવેલ ડુરોવે આગળ લખ્યું કે તેણે પછીથી સ્પર્મ ડૉનેટ કરવાનું બંધ કરી દીધું, પરંતુ હાલમાં 12 દેશોમાં તેના 100 થી વધુ જૈવિક બાળકો છે. તેણે કહ્યું કે હવે હું મારા ડીએનએને ઓપન સૉર્સ કરવાની યોજના બનાવી રહ્યો છું જેથી મારા જૈવિક બાળકો એકબીજાને સરળતાથી શોધી શકે.
પાવેલે આગળ લખ્યું કે હું જાણું છું કે આ એક જોખમી કામ છે, પરંતુ મને ડૉનર બનવાનો કોઈ અફસોસ નથી. કારણ કે તંદુરસ્ત શુક્રાણુનો અભાવ સમગ્ર વિશ્વમાં એક ગંભીર મુદ્દો બની ગયો છે અને મને ગર્વ છે કે મેં આ પગલું ભર્યું છે.