નવી દિલ્હીઃ Reliance Jioએ પોતાના કરોડો ગ્રાહકોને એકસાથે ઝટકો આપી દીધો છે, કંપનીએ લગભગ પોતાના 10 પ્રીપેડ મોબાઇલ રિચાર્જ પ્લાનને એકસાથે બંધ કરી દીધા છે. મુકેશ અંબાણીની માલિકી વાળી જિઓએ તે પ્રીપેડ પ્લાનને પોતાની વેબસાઇટ પરથી હટાવી દીધા છે જે Disney+ Hotstar Mobile Subscription Free ઓફર કરી રહ્યુ છે. દેશની સૌથી મોટી ટેલિકૉમ કંપનીએ 333 રૂપિયા રિચાર્જ વાળ પ્લાનથી લઇને 1119 રૂપિયા વાળા પ્લાન સહિતના તમામ 9 પ્રીપેડ પ્લાનને બંધ કરી દીધા છે. સૌથી પહેલા TelecomTalk એ આ વાતની જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જિઓના પ્રીપેડ પ્લાનમાં 1 વર્ષ સુધીનુ ફ્રી ડિઝ્ની+હૉટસ્ટાર મોબાઇલ સબ્સક્રિપ્શન વાળા પ્લાન અવેલેબલ હતા, અને હવે કંપનીના 10 થી વધુ પ્લાન ઉપલબ્ધ નથી, પરંતુ હજુ પણ બે પ્રીપેડ પ્લાન એવા છે જે 1 વર્ષની ડિઝ્ની+હૉટસ્ટાર મેમ્બરશીપ ફ્રી ઓફર કરે છે. અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ એવા જિઓ પ્લાન જે કંપનીએ બંધ કરી દીધા છે.
બંધ કરેલા જિઓ પ્લાન -
Jio Plans with Disney+ Hotstar Discontinued -
499 રૂપિયા વાળો ડિઝ્ની+હૉટસ્ટાર રિચાર્જ પ્લાન
601 રૂપિયા વાળો ડિઝ્ની+હૉટસ્ટાર રિચાર્જ પ્લાન
799 રૂપિયા વાળો ડિઝ્ની+હૉટસ્ટાર રિચાર્જ પ્લાન
1099 રૂપિયા વાળો ડિઝ્ની+હૉટસ્ટાર રિચાર્જ પ્લાન
333 રૂપિયા વાળો ડિઝ્ની+હૉટસ્ટાર રિચાર્જ પ્લાન
419 રૂપિયા વાળો ડિઝ્ની+હૉટસ્ટાર રિચાર્જ પ્લાન
583 રૂપિયા વાળો ડિઝ્ની+હૉટસ્ટાર રિચાર્જ પ્લાન
783 રૂપિયા વાળો ડિઝ્ની+હૉટસ્ટાર રિચાર્જ પ્લાન
1119 રૂપિયા વાળો ડિઝ્ની+હૉટસ્ટાર રિચાર્જ પ્લાન
જિઓએ 5G પ્લાન બહાર પાડ્યા નથી -
1 ઓક્ટોબરથી ભારતમાં 5G ઈન્ટરનેટ સર્વિસ શરુ થતાં જ રિલાયન્સ જિઓએ પણ પોતાના યૂઝર્સને 5G સર્વિસ આપવાની શરુ કરી દીધી છે. 5G ઈન્ટરનેટ હાલ ટેસ્ટિંગ ફેઝમાં છે. આ કારણોસર પ્લાન બહાર પાડવામાં આવ્યા નથી. ટેસ્ટિંગ પૂરું થતાં જ 5G પ્લાન પણ બહાર પાડવામાં આવ્યા.
આ પ્લાન કેમ બંધ કરવામાં આવ્યા ?
રિલાયન્સ જિઓએ રેગ્યુલર અને ડેટા એડ ઓન પ્લાનને બંધ કરવા પાછળ કોઈપણ કારણ જણાવ્યું નથી. જે પ્લાનમાં ડિઝની+હોટસ્ટાર મળી રહ્યું હતું, તેને બંધ કરી દીધા છે. 16 ઓક્ટોબરથી ગ્લોબલ ક્રિકેટ ટુર્નામેન્ટ T-20 વર્લ્ડકપ ડિઝની+હોટસ્ટાર પર જ આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આ પ્લાનને બંધ કરવામાં આવ્યા છે. જો કે, જિઓના 1499 અને 4199 રુપિયાના પ્લાનમાં હજુ પણ ડિઝની+હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન મળી રહ્યું છે. 1499ના પ્લાનમાં 84 દિવસ અને 4199 રુપિયામાં 1 વર્ષની વેલેડિટી મળે છે.
આ શહેરોમાં 5G શરુ થયું -
ભારતી એરટેલ અને રિલાયન્સ જિઓએ 1 ઓક્ટોબરથી દેશના અમુક શહેરોમાં 5G સર્વિસ આપવાનું શરુ કર્યું હતું. એરટેલે દિલ્હી, મુંબઈ, બેંગાલુરુ, હૈદરાબાદ, સિલિગુડી, નાગપુર અને વારાણસીમાં સર્વિસ શરુ કરી જ્યારે જિયોએ દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં સર્વિસ શરુ કરી. જો કે, જુદા-જુદા મોબાઈલ ફોન બ્રાન્ડ જુદા-જુદા સમયે પોતાના યૂઝર્સને 5G કનેક્ટિવિટી પૂરી પાડશે.