મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44મી વાર્ષિક સામાન્ય સભા 24 જૂનના રોજ યોજાઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી કંપનીના 3 કરોડથી વધુ શેરધારકોની સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. AGM દરમિયામ મુકેશ અંબાણી 5જી ફોન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.
શું છે ફોનની વિશેષતા
- મુકેશ અંબાણીએ કહ્યું, ગૂગલ અને રિલાયન્સે મળીને જિયોફોન નેકસ્ટ (JIOPHONE NEXT) ડેવલપ કર્યો છે. આ ફોન 10 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીથી માર્કેટમાં ઉપલબ્ધ થશે.
- જિયોફોન નેક્સ્ટ ફૂલી ફીચર્ડ સ્માર્ટોન છે. જે ગૂગલ અને જિયોની તમામ એપ્સનો સપોર્ટ કરશે.
- ભારતીય બજાર માટે ખાસ બનાવવામાં આવેલા આ સ્માર્ટફોન પર યૂઝર્સ ગૂગલ પ્લે પરથી એપ્સ ડાઉનલોડ કરી શકે છે.
- સ્માર્ટફોનમાં શ્રેષ્ઠ કેમેરો અને એન્ડ્રોઈડ અપડેટ પણ મળશે.
- જિયો ફોન નેકસ્ટમાં વોઇસ આસિસ્ટન્ટ અને લેંગવેજ ટ્રાન્સલેશન ફીચર મળશે.
- જિઓફોન નેક્સ્ટ સ્માર્ટફોનનું વેચાણ 10 સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થીથી શરૂ થશે.
- હાલમાં ફોનની કિંમત વિશે કોઈ જાણકારી સામે નથી આવી પરંતુ કહેવાય ચે કે આ સ્માર્ટફોન વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન હશે.
- આ ફોનની કિંમત 5000 રૂપિયા આસપાસ હોઈ શકે છે. નોંધનયી છે કે હાલમાંઆવેલ આઈ સ્માર્ટ કંપનીના અનેક સ્માર્ટફોન મોડલની કિંમત 4000 રૂપિયાથી ઓછી છે.
- કંપનીએ આ સ્માર્ટફોનની તસવીર બહાર પાડી દીધી છે. ફોટોથી ખબર પડે છે કે તેમાં ટચસ્ક્રીન ડિસ્પ્લે મળશે, જોકે તેની સાઈઝને લઈને હાલમાં સસ્પેન્સ છે. ફોનની ફ્રન્ટની વાત કરીએ તો ઉપર બાજુ તેમાં સેલ્ફી કેમેરા અને કેન્સર આપેવામાં આવ્યા છે.
- ફોનની બેક સાઈડમાં સિંગર રિયર એઆઈ કેમેરા અને તેની ઠીક નીચે એલઈડી ફ્લેશ છે.
- ફોનમાં રિયર કેમેરામાં એચડીઆર, લો લાઈટ અને નાઈટ મોડ જેવા ફીચર્સ પણ મળશે. ફ્રન્ટ કેમેરા માટે સ્નેપચેટ લેન્સ આપવામાં આવ્યો છે. જેમાં સેલ્ફી માટે અનેક ઇફેક્ટ્સ મળશે.
- ફોનની રાઈડ સાઈડમાં ઉપર બાજુ વોલ્યૂમ રોકર્સ અને તેની ઠીક નીચે પાવર બટન છે.
- ફોનની સ્ક્રીન જોઈને લાગે છે કે ફોન પ્યોર એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. તેમાં ગૂગલ એપ્સ અને જિઓ એપ્સનું ફોલ્ડર જોવા મળી રહ્યું છે. પ્લે સ્ટોરથી એપ્સ પણ ઇન્સ્ટોલ કરી શકાશે.
- ગૂગલે કહ્યું કે, આ સ્માર્ટફોનને સતત અપડેટ મળશે. સાથે જ ફોનને વર્લ્ડ ક્લાસ સિક્યોરિટી અને માલવેર પ્રોટેક્શન પણ મળશે.