iPhone 20 Pro: જો બધું અપેક્ષા મુજબ રહ્યું તો આવતા વર્ષે દુનિયાને અત્યાર સુધીનો સૌથી અનોખો દેખાતો iPhone જોવા મળી શકે છે. માનવામાં આવે છે કે Appleના નવા CEO જોન ટર્નસ 2027માં iPhoneના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે iPhone 20 Series લોન્ચ કરશે. આ ખાસ પ્રસંગ માટે Appleએ જોરદાર તૈયારી કરી છે. રિપોર્ટ્સ અનુસાર, iPhone 20 Pro મોડેલમાં એજ-ટુ-એજ ડિસ્પ્લે મળશે, જે અત્યાર સુધી કોઈપણ ફોનમાં જોવા મળ્યું નથી. એટલે કે, તેમાં ડિસ્પ્લેની કોઈ બોર્ડર નહીં હોય. લુકની દ્રષ્ટિએ આ મોડેલ અત્યાર સુધીના બધા iPhone અને અન્ય સ્માર્ટફોનથી સંપૂર્ણપણે અલગ હશે.
iPhone 20 Proની સ્ક્રીન પર નહીં હોય કોઈ કટઆઉટ
Apple પ્રયત્ન કરી રહી છે કે iPhone 20 Proને સંપૂર્ણ ફુલ-ડિસ્પ્લે iPhone તરીકે લોન્ચ કરવામાં આવે. એટલે કે, તેની સ્ક્રીન પર પંચ-હોલ, નૉચ અથવા ડાયનામિક આઇલેન્ડ જેવી કોઈપણ વસ્તુ માટે કટઆઉટ નહીં હોય. કેટલીક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ iPhoneમાં સ્પીકર ગ્રિલ પણ નહીં હોય અને ફિઝિકલ બટન્સને પણ સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવી શકે છે. જો આ દાવાઓ સાચા સાબિત થાય અને સપ્લાય ચેઇનમાં કોઈ મુશ્કેલી ન આવે, તો આવતા વર્ષે દુનિયાને એક નવી પ્રકારનો iPhone જોવા મળી શકે છે.
આ પણ વાંચો:WhatsApp નું અપડેટ, iPhone પર આવવાનો છે Liquid Glass લૂક, હવે ચેટ થશે પુરેપુરી ટ્રાન્સપરન્ટ
ખાસ ડિસ્પ્લેનો થશે ઉપયોગ
થોડા દિવસો પહેલાં એવી રિપોર્ટ્સ આવ્યો હતો કે, Apple iPhone 20 Seriesમાં નવા પ્રકારના ડિસ્પ્લેનો ઉપયોગ કરી શકે છે. Samsung આ ડિસ્પ્લે તૈયાર કરી રહી છે અને તે હાલના પેનલની સરખામણીએ વધુ બ્રાઇટ અને પાતળું હશે. કર્વ્ડ ડિસ્પ્લેના કારણે iPhoneને હાથમાં પકડવું વધુ સરળ બનશે અને તેની સાઇડ્સ વધુ નેચરલ લાગશે. અત્યારથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે Apple બાદ Samsung સહિત અન્ય કંપનીઓ પણ આવી ડિસ્પ્લેવાળા ફોન લોન્ચ કરી શકે છે.
પરફોર્મન્સ પણ રહેશે જબરદસ્તદરેક નવી લાઇનઅપની જેમ iPhone 20 Seriesની પરફોર્મન્સમાં પણ મોટો અપગ્રેડ જોવા મળશે. તેમાં Apple પોતાનું એડવાન્સ્ડ ચિપસેટ ઉપયોગમાં લેશે અને તેની બેટરી લાઇફને પણ વધુ સારી બનાવવામાં આવી શકે છે. ઉપરાંત કેમેરા ક્ષમતાઓમાં પણ સુધારો થશે. AI ફીચર્સના મામલે પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે. AI ફીચર્સ માટે Appleએ Google સાથે ભાગીદારી કરી છે અને Geminiની મદદથી Siri Assistantને વધુ સ્માર્ટ બનાવવા પર કામ ચાલી રહ્યું છે.
