YouTube: એક મોટા યુઝર્સ બેઝ સાથે યુટ્યૂબ પર યુઝર્સના એક્સપીરિયંસને બેસ્ટ બનાવવા માટે નવા નવા એક્સપરિમેન્ટ થતાં રહે છે. યુઝર્સ માટે નવા ફીચર્સ પણ રજૂ કરવામાં આવ્યા છે, આ સીરીઝમાં યુઝર્સને જલ્દી જ યુટ્યુબ પર ગૂગલ લેન્સ બટનની સુવિધા મળવા જઈ રહી છે. એન્ડ્રોઇડ યુઝર્સ માટે યુટ્યુબ એપમાં સર્ચ બારની ટોચની પેનલમાં ગૂગલનું વિઝ્યુઅલ લુકઅપ ટૂલ ઉમેરવામાં આવી રહ્યું છે.


ગૂગલનું વિડિયો શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબ એક લોકપ્રિય એપ છે જે દરેક સ્માર્ટફોન યુઝરના ફોનમાં હાજર છે. સ્માર્ટફોન યુઝર્સ તેમના દિવસનો એક ભાગ આ એપ સાથે વિતાવે છે. એક મોટા યુઝર્સ બેઝ સાથે યુટ્યૂબ પર યુઝર્સના એક્સપીરિયંસને બેસ્ટ બનાવવા માટે નવા નવા એક્સપરિમેન્ટ થતાં રહે છે.                                                                                              


આ સીરીઝમાં યુઝર્સને બહુ જલ્દી યુટ્યુબ પર ગૂગલ લેન્સ બટનની સુવિધા મળવા જઈ રહી છે. એન્ડ્રોઇડ યુઝર્સ માટે યુટ્યુબ એપમાં સર્ચ બારની ટોચની પેનલમાં ગૂગલનું વિઝ્યુઅલ લુકઅપ ટૂલ ઉમેરવામાં આવી રહ્યું છે.


YouTube માં Google લેન્સ બટન કેવી રીતે કામ કરશે?


ગૂગલ લેન્સ બટન સાથે, યુટ્યુબ યુઝર્સ કોઈપણ ઑબ્જેક્ટનો ફોટો ક્લિક કરી શકશે અને તેને વીડિયો-સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર શોધી શકશે. આ ફીચર હાલમાં યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. મતલબ કે આ ફીચર યુટ્યુબ પર ધીમે-ધીમે જોઈ શકાશે.


YouTube એપ અપડેટ કર્યા બાદ નવું ટૂલ ઉપલબ્ધ થશે


9to5Googleના એક રિપોર્ટ અનુસાર, YouTube એપના અપડેટ સાથે તેમાં ગૂગલ લેન્સ બટન જોવા મળશે. આ બટનનો ઉપયોગ ટાઈપ કરવાને બદલે ઈમેજ સાથે વીડિયો સર્ચ માટે કરવામાં આવશે.માઈક્રોફોન બટનની મદદથી યુઝર કોઈપણ સર્ચ ટર્મને બોલીને પણ ચેક કરી શકે છે.