YouTube એક અદભૂત નવી સુવિધાનું પરીક્ષણ કરી રહ્યું છે. આ ફીચર આવ્યા બાદ યુઝર્સને ઓડિયો ક્વોલિટી એડજસ્ટ કરવાનો વિકલ્પ મળશે. યુટ્યુબ એપના લેટેસ્ટ બીટા વર્ઝનમાં એક કોડ જોવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે વિડિયો ક્વોલિટી સિવાય યુઝર્સ તેમની પસંદગી મુજબ ઓડિયો ક્વોલિટી પણ સેટ કરી શકશે. નોંધનિય છે કે, આ ફીચરની ઘણા સમયથી ડિમાન્ડ કરવામાં આવી રહી હતી.
હાલમાં ફક્ત વીડિયોઓ ગુણવત્તાને એડજસ્ટ કરવાની સુવિધા
યુટ્યુબ પર વીડિયો ક્વોલિટી એડજસ્ટ કરવાનો માત્ર એક વિકલ્પ છે અને તેની ઓડિયો ક્વોલિટી પર કોઈ અસર થતી નથી. આનો અર્થ એ છે કે જો તમે ઉચ્ચ-ગુણવત્તામાં વીડિઓ જોતા હોવ તો પણ, તેની ઑડિયો ગુણવત્તા અપલોડકર્તા દ્વારા સેટ કરેલી અને YouTube દ્વારા નિશ્ચિત કરવામાં આવેલી સમાન રહેશે. જો કોઈ યુઝર્સ 144p પર વીડિયો જોઈ રહ્યો હોય તો પણ, Opus 251 ઑડિયો ફોર્મેટ ઉપલબ્ધ છે અને ઑડિયો ફોર્મેટ 1080p પર સમાન રહે છે. ઉલ્લેખિય છે કે, Opus એક ઓડિયો કોડિંગ ફોર્મેટ છે અને 251 કોડેક વિકલ્પનું નામ છે. આ 128kbps બિટરેટ પર 48KHz ઑડિયોની સમકક્ષ છે. , આ 128kbps બિટરેટ પર 48KHz ઑડિયોની સમકક્ષ છે.
યુઝરને ઓડિયો ગુણવત્તાના આ ત્રણ વિકલ્પો મળશે
નવા ફીચરમાં યુઝર પાસે યુટ્યુબ વીડિયોનો ઓડિયો બિટરેટ સિલેક્ટ કરવા માટે ત્રણ વિકલ્પો હશે. આમાંથી પહેલો વિકલ્પ ઓટો હશે. તે ઈન્ટરનેટ સ્પીડ અનુસાર ઓડિયો ક્વોલિટી એડજસ્ટ કરશે. બીજો વિકલ્પ સામાન્ય રહેશે. તેમાં સ્ટાન્ડર્ડ ઓડિયો ક્વોલિટી ઉપલબ્ધ હશે. ત્રીજો વિકલ્પ ઊંચો હશે. તે ઉચ્ચ બિટરેટ વિકલ્પો સાથે વધુ સારી સ્પષ્ટતા પ્રોવાઇડ કરશે. જો કે, અત્યાર સુધીની માહિતી અનુસાર, આ સુવિધા ફક્ત પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ધરાવતા ગ્રાહકોને જ મળશે. વાસ્તવમાં, કંપની તેના પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સને વધુ લાભ આપવા માંગે છે. તેથી ઑડિયો ગુણવત્તા પસંદ કરવાની સુવિધા ફક્ત પેઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ હોઈ શકે છે.