સ્માર્ટફોન લવર્સ માટે આ અઠવાડિયે બજારમાં ઘણા નવા વિકલ્પો લોન્ચ થશે. ₹60,000 ની આસપાસ કિંમત ધરાવતા આ સ્માર્ટફોન ઉત્તમ કેમેરા ગુણવત્તા, સ્ટ્રોન્ગ બેટરી લાઇફ અને અદ્યતન હાર્ડવેર ઓફર કરે તેવી અપેક્ષા છે.આજે , Google Pixel 10a અને Infinix Note Edge ફોન ભારતીય બજારમાં લોન્ચ થઇ ચૂક્યાં છે.
આજે લોન્ચ થશે Google Pixel 10a
Google Pixel 10a Pixel 9a આજે લોન્ચ થશે, અને પ્રી-ઓર્ડર આજથી શરૂ થશે. તેમાં 6.3-ઇંચ AMOLED ડિસ્પ્લે હોવાની અપેક્ષા છે. Google Pixel 9a જેવો જ Tensor G4 ચિપસેટ ચાલુ રાખી શકે છે. કેમેરામાં 48MP + 13MP રીઅર કેમેરા અને 12MP ફ્રન્ટ કેમેરાનો સમાવેશ થાય છે. ફોન 5,100mAh બેટરી સાથે આવશે.
Infinix Note Edgeઆ ફોન પણ આજે લોન્ચ થશે. તે પહેલાથી જ વૈશ્વિક બજારમાં રજૂ કરવામાં આવ્યો છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.78-ઇંચ કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે અને 4,500 nits ની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. તેમાં MediaTek Dimensity 7100 ચિપસેટ અને 6,500 mAh બેટરી હોવાની અપેક્ષા છે. તેની કિંમત લગભગ ₹25,000 હોવાની અપેક્ષા છે.
Vivo V70 seriesવિવો 19 ફેબ્રુઆરીએ ભારતમાં તેની V70 શ્રેણી લોન્ચ કરશે. તેમાં બે મોડેલનો સમાવેશ થશે: વિવો V70 અને વિવો V70 એલીટ. તેમની શરૂઆતની કિંમત અનુક્રમે ₹45,૦૦૦ અને ₹55,૦૦૦ હશે. બંને ફોનમાં સમાન ડિઝાઇન અને લગભગ સમાન સુવિધાઓ હોવાની અપેક્ષા છે.
iPhone 17eએવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, એપલ 19 ફેબ્રુઆરીએ તેનો સસ્તો iPhone 17e લોન્ચ કરી શકે છે. અપગ્રેડ તરીકે, આ iPhone માં ડાયનેમિક આઇલેન્ડ અને સેલ્ફી માટે સેન્ટર સ્ટેજ કેમેરા જેવી પ્રભાવશાળી સુવિધાઓ હોઈ શકે છે. તે iPhone 17 જેવા જ A19 ચિપસેટ દ્વારા સંચાલિત હશે અને તેની શરૂઆતની કિંમત લગભગ ₹60,000 થી થવાની ધારણા છે.