POCO Pad 5G: ભારતમાં હાલમાં ટેબલેટની માંગ વધી છે. લોકો બજેટ રેન્જના ટેબલેટને ખૂબ પસંદ કરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી પોકોએ તાજેતરમાં તેનું સસ્તું 5G ટેબલેટ લોન્ચ કર્યું છે. આ Pocoનું પહેલું 5G ટેબલેટ છે જેમાં કંપનીએ 10000 mAhની પાવરફુલ બેટરી આપી છે. કંપનીએ આ ટેબલેટમાં 8GB રેમ પણ આપી છે, જે તેને એક ખાસ ટેબલેટ બનાવે છે. POCO Pad 5G ટેબલેટની ડિઝાઇન એકદમ સ્ટાઇલિશ છે તે ઘણા લોકોને આકર્ષી શકે છે.
POCO Pad 5G ના ફીચર્સ
જો ટેબલેટના ફીચર્સની વાત કરીએ તો કંપનીએ આ ટેબલેટમાં 12.1 ઈંચની એલસીડી ડિસ્પ્લે આપી છે. આ ડિસ્પ્લે 2K રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. આ ઉપરાંત, આ ડિસ્પ્લે 120 Hz નો રિફ્રેશ રેટ પણ પ્રદાન કરે છે. કંપનીએ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન સાથે ડિસ્પ્લે લોન્ચ કરી છે.
કંપનીએ તેમાં Qualcomm Snapdragon 7s Gen 2 પ્રોસેસર પ્રદાન કર્યું છે. આ ટેબલેટમાં 8GB LPDDR4X રેમ પણ છે સાથે 256GB UFS 2.2 સ્ટોરેજ પણ છે. તદ ઉપરાંત આ ટેબલેટમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ પણ છે જેની મદદથી તેના સ્ટોરેજને 1.5TB સુધી વધારી શકાય છે. આ ટેબલેટ Android 14 પર આધારિત Xiaomi HyperOS ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
દમદાર કેમેરા સેટઅપ
જો આપણે POCO Pad 5G ના કેમેરા સેટઅપ પર નજર કરીએ તો, કંપનીએ 8MP રીઅર કેમેરા આપ્યો છે. આ ઉપરાંત, કંપનીએ સેલ્ફી અને વિડિયો કૉલ્સ માટે ટેબલેટમાં 8MP ફ્રન્ટ કેમેરા પણ આપ્યો છે. આ ટેબલેટ IP52 રેટિંગ સાથે આવે છે. પાવર વિશે વાત કરીએ તો તેમાં 10,000mAhની મજબૂત બેટરી છે. આ બેટરી 33W USB Type C ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.
આ ટેબલેટની કિંમત કેટલી છે
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પોકો કંપનીએ દેશમાં બે વેરિઅન્ટમાં POCO Pad 5G લોન્ચ કર્યું છે. તેની શરૂઆતી કિંમત 19,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ટેબલેટના 8GBRAM+128GB સ્ટોરેજની કિંમત 23,999 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે કંપનીએ ટેબલેટનું 8GBRAM+256GB સ્ટોરેજ 25,999 રૂપિયાની કિંમતે લોન્ચ કર્યું છે. ઉપરાંત, આ ટેબલેટ કોબાલ્ટ બ્લુ અને પિસ્તા ગ્રીન જેવા રંગોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.
આ ટેબલેટનું પ્રથમ વેચાણ 27મી ઓગસ્ટ 2024ના રોજ બપોરે 12 વાગ્યે થવાનું છે. તમે તેને ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. ટેબલેટની ખરીદી પર તમને 3,000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ અને 1,000 રૂપિયાનું સ્ટુડન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.