OnePlus Open 2: OnePlus નો આગામી ફોલ્ડેબલ સ્માર્ટફોન OnePlus Open 2 ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. આ ફોનની લીક થયેલી વિગતોમાં ઘણા નવા અને અદ્ભુત અપગ્રેડનો ખુલાસો થયો છે. OnePlus Open 2 નવી અને આકર્ષક ડિઝાઇન ધરાવશે, જેમાં વિશાળ, રાઉન્ડ-આકારના કેમેરા મોડ્યુલ અને 10mm કરતાં પાતળી સ્લિમ પ્રોફાઇલનો સમાવેશ થશે. આ સાથે, ફોનના પાછળના ભાગમાં કર્વ્ડ કિનારો તેને વધુ પ્રીમિયમ લુક આપશે. આ વખતે OnePlus Open 2 IPX8 રેટિંગ સાથે રજૂ કરવામાં આવશે, જે તેને સંપૂર્ણપણે વોટરપ્રૂફ બનાવે છે. અગાઉના મોડલના IPX4 રેટિંગ કરતાં આ એક મોટો સુધારો છે.
પર્ફોમ્સ અને હાર્ડવેયર
OnePlus Open 2 માં Snapdragon 8 Elite પ્રોસેસર આપવામાં આવશે, જે તેને ઉચ્ચ પ્રદર્શન ક્ષમતા પ્રદાન કરશે. ઉપરાંત, આ સ્માર્ટફોન 16GB રેમ અને 1TB સુધી સ્ટોરેજ વિકલ્પ સાથે આવશે.
ડિસ્પ્લે વિશે વાત કરીએ તો, તેમાં 8-ઇંચની LTPO મુખ્ય સ્ક્રીન હશે, જે 2K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. આ ઉપરાંત, 6.4-ઇંચની AMOLED કવર સ્ક્રીન પણ આપવામાં આવશે, જે તેને જોવાનો ઉત્તમ અનુભવ પ્રદાન કરશે.
કેમેરા અને બેટરી
OnePlus Open 2 માં 50MP ટ્રિપલ કેમેરા સેટઅપ અને બે સેલ્ફી કેમેરા (32MP અને 20MP) હશે. બેટરીની વાત કરીએ તો આ ફોન 5,900mAhની પાવરફુલ બેટરી સાથે આવશે, જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
Rivals
OnePlus Open 2ને 2024 માં અન્ય પ્રીમિયમ ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ સાથે સીધી સ્પર્ધામાં મૂકી રહી છે, ખાસ કરીને Snapdragon 8 Elite પ્રોસેસર સાથેના ઉપકરણો. અદ્યતન ડિઝાઇન અને સુવિધાઓ સાથે, આ ફોન ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં એક અલગ ઓળખ બનાવવા માટે તૈયાર છે. OnePlus Open 2 તેની શાનદાર ડિઝાઈન, પરફોર્મન્સ અને નવી ટેક્નોલોજીને કારણે યુઝર્સ માટે પ્રીમિયમ અનુભવ લાવવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો
Sim Cards: તમારા આધાર નંબર પર કેટલા સિમ કાર્ડ છે એક્ટિવ, આ રીતે કરી શકશો ચેક